સુરતમાં યુવકનું બ્રેઈનડેડ થઇ જતા પરિવારે તેના અંગોનુદાન કરવાનું નક્કી કર્યું અને લીવર, આંખો, હૃદય અને હાથનું દાન કરીને બીજા છ લોકોને આપ્યું નવું જીવન

આપણે જાણીએ છીએ કે સૌથી મોટું દાન એટલે અંગદાન અને અંગદાન થયા પછી કેટલાય લોકોને નવું જીવનદાન મળતું હોય છે. એવી રીતે હાલમાં સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના યુવકનું બ્રેઈનડેડ થઇ જતા પરિવારે તેના અંગદાન કરવાનું નક્કી કર્યું અને 6 લોકોને અંગદાન કરીને તેમને નવું જીવનદાન આપ્યું છે અને માનવતાની મહેક પણ ફેલાવી છે.
આ યુવક લેઉવા પટેલ ધાર્મિક અજયભાઇ કાકડિયા છે. જે કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહે છે. તે 28 મી ઓક્ટોમ્બરે બીમાર પડ્યો હતો અને તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તેની સારવાર પણ કરવામાં આવી હતી. 30 મી ઓક્ટોમ્બરે ડોક્ટરોએ તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. એ જ વખતે ડોનેટ લાઇફે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
પરિવારે તેમના દીકરાનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું અને આંખો, લીવર, ફેફસા અને બંને હાથ પણ દાનમાં આપ્યા હતા અને આ બધા અંગદાન કરીને છ જેટલા લોકોને નવું જીવનદાન આપ્યું હતું. આ યુવકનું લીવર અને હૃદયનું અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
બાકી હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં કરવામાં આવ્યું હતું, આમ પરિવારે યુવકના અંગોનું દાન કરીને બીજા 6 લોકોને અંગો દાન કરીને નવું જીવનદાન પણ આપ્યું હતું અને માનવતા પણ મહેકાવી હતી. કેટલાક લોકોને નવું જીવનદાન આપીને આજે આ પરિવારે એક સેવાનું કામ કર્યું છે અને લોકોમાં માનવતાની ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.