આ છોકરીને મળી અનોખી જોબ, બોસને ફેસબુક ચલાવવા પર લગાવે છે થપ્પડ, સેલેરી પણ મળે છે જોરદાર..

સોશિયલ મીડિયાના કેટલાક ફાયદા છે, તો અમુક નુકસાન પણ છે. એક સૌથી મોટું નુકસાન એ છે કે તેની આદત પડી જતી હોય છે. આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પર દિવસના ઘણા કલાકો પસાર કરે છે. તેઓ દરેક સમયે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા રહે છે. આ આદતને લીધે તેમની પ્રોડક્ટિવિટીમાં ઘટાડો આવી જાય છે. તેઓ કામ અથવા અભ્યાસ કરવાને બદલે સોશિયલ મીડિયા પર સમય બરબાદ કરતા રહે છે. પોતાની આ આદતમાંથી છુટકારો મેળવવા માટે એક વ્યક્તિએ ખુબ જ અનોખી રીત શોધી છે.
ફેસબુક ચલાવવા પર છોકરી મારે છે થપ્પડ
એક ભારતીય મુળના અમેરિકી વ્યક્તિએ પોતાના ફેસબુકની આદતને છોડાવવા માટે એક છોકરીને ભાડા ઉપર રાખેલી છે. વ્યક્તિને ત્યારે-ત્યારે થપ્પડ મારે છે, જ્યારે-જ્યારે તે ફેસબુક ચલાવે છે. મતલબ છોકરીને ફક્ત વ્યક્તિને ફેસબુક ચલાવવા પર થપ્પડ મારવાના પૈસા મળે છે. આ તેની અનોખી નોકરી છે. આ ખબર વાયરલ થયા બાદ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે પણ આ બાબતમાં પોતાની પ્રતિક્રિયા જણાવી છે.
થપ્પડ મારવાના મળે છે 600 રૂપિયા પ્રતિ કલાક
આ અનોખો કિસ્સો અમેરિકાનો છે. અહીંયા સેનફ્રાન્સિસ્કોના બ્લોગર મનીષ સેઠીએ પોતાની ફેસબુકની આદત છોડાવવા માટે એક કારા નામની છોકરીને નોકરી પર રાખેલ છે. આ છોકરીને 8 ડોલર એટલે કે લગભગ 600 રૂપિયા પ્રતિ કલાક આપે છે. તમને જણાવી દઈએ કે આ મામલો અંદાજે 8 વર્ષ જુનો છે, પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલો છે.
આઇડિયાને લીધે વધી ગઈ પ્રોડક્ટિવિટી
છોકરીને ફેસબુક ચલાવવા પર થપ્પડ મારવા માટે નોકરી પર રાખનાર આ આઇડિયા ભલે તમને અજીબ લાગી રહ્યો હોય, પરંતુ વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારથી તેણે આ છોકરીને આ કામ માટે નોકરી પર રાખેલ છે ત્યારથી તેની પ્રોડક્ટિવિટી 98% થઈ ગઈ છે. મતલબ તેનો ફેસબુક ચલાવવાથી જે સમય બરબાદ થતો હતો તેનો ઉપયોગ કામમાં થયો અને તેનો ફાયદો જોવા મળ્યો.
આ અંગે એલન મસ્ક એ આપી પોતાની પ્રતિક્રિયા
મનીષ શેઠીના આ એક્સપેરિમેન્ટને સામાન્ય રીતે તો 8 વર્ષ થઈ ગયા છે, પરંતુ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક દ્વારા આ બાબતમાં પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેનાથી તે ફરીથી વાઈરલ થયેલ છે. તેમણે આ ખબરને ટી-ટ્વીટ કરીને હોટ ઇમોજી બનાવી હતી.
The story of Maneesh Sethi, the computer programmer who hired a woman to slap him in the face every time he used Facebook, resulting in massive productivity increase [read more: https://t.co/Q5fKjYtFSo] pic.twitter.com/d8pnt3Jd8k
— Massimo (@Rainmaker1973) November 10, 2021
તેના પર મનીષ શેઠી એ રીપ્લાય કરીને લખ્યું હતું કે, ‘આ તસ્વીરમાં દેખાય રહેલ યુવક હું જ છું. એલન મસ્કના શેર બાદ કદાચ મારી રીચ હવે વધી જશે.’
The story of Maneesh Sethi, the computer programmer who hired a woman to slap him in the face every time he used Facebook, resulting in massive productivity increase [read more: https://t.co/Q5fKjYtFSo] pic.twitter.com/d8pnt3Jd8k
— Massimo (@Rainmaker1973) November 10, 2021
જુઓ વિડિયો
આ મામલાનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. તેમાં છોકરી પોતાના બોસને ફેસબુક ઉપયોગ કરવા પર થપ્પડ મારતી નજર આવી રહી છે. આ અનોખા આઇડિયા પર તમારું શું મંતવ્ય છે?