15 ફ્રેક્ચર અને 8 સર્જરી બાદ પણ વિશ્વાસ તૂટ્યો નહીં, ઝૂંપડપટ્ટી માં ઉછરેલી યુવતી બની IAS ઓફિસર, જાણો સંઘર્ષની કહાની..
એવું કહેવાય છે કે જો આપણા દિલમાં ઈચ્છા હોય તો આપણે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આવું જ કંઈક રાજસ્થાનના પાલીના રહેવાસી ઉમ્મુલ ખેર એ સાબિત કરી બતાવ્યું છે. ઉમ્મુલ બાળપણથી જ વિકલાંગ હતી, પરંતુ તેણીએ તેને ક્યારેય તેની સફળતામાં અવરોધ ન આવવા દીધો અને યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી આઈએએસ અધિકારી બની.
ઉમ્મુલ આ બીમારીથી પીડિત છે
ઉમ્મુલ ખેર બોન ફ્રેજીલ ડિસઓર્ડરથી પીડિત છે, જેમાં શરીરના હાડકાં નબળા પડી જાય છે. બોન ફ્રેજીલ ડિસઓર્ડરને કારણે ઘણી વખત તેના હાડકાં તૂટી ગયા હતા. તેમણે તેમના જીવનમાં 15 ફ્રેક્ચર અને 8 સર્જરી સહન કરી છે.

તેમનો પરિવાર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો
ઉમ્મુલ ખેરનો જન્મ રાજસ્થાનના પાલી મારવાડમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. પરિવારમાં ત્રણ ભાઈ-બહેન અને માતા અને પિતા હતા. જ્યારે ઉમ્મુલ ખૂબ નાની હતી, ત્યારે તેના પિતા ગુજરાન માટે દિલ્હી આવ્યા હતા અને તેમનો પરિવાર નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યો હતો, તેના પિતા ફેરિ દ્વારા કપડાં વેચતા હતા, પરંતુ કમાણી એટલી નહોતી.
એક સમયે ઉમ્મુલના પરિવારને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જ્યારે સરકારી આદેશને પગલે નિઝામુદ્દીનની ઝૂંપડપટ્ટીઓ તોડી નાખવામાં આવી અને પછી તેમનો પરિવાર ત્રિલોકપુરી ઝૂંપડપટ્ટીમાં શિફ્ટ થઈ ગયો.

ટ્યુશન ભણાવીને અભ્યાસ પૂર્ણ કર્યો
ઉમ્મુલ ખેર માટે UPSC ની તૈયારી કરવી સહેલી નહોતી, કારણ કે તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. ઉમ્મુલે ખૂબ જ નાની ઉંમરે ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું હતું અને ટ્યુશન શીખવવાના પૈસાથી તેણીની સ્કૂલની ફી ભરતી હતી. તેણે 10 માં 91 ટકા અને 12 માં 89 ટકા મેળવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ ઉમ્મુલે જેએનયુની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાંથી એમએ કર્યું અને પછી એ જ યુનિવર્સિટીમાં એમફિલ/પીએચડી કોર્સમાં પ્રવેશ લીધો. આ સાથે, તેણે યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી.
પહેલા જ પ્રયાસમાં બની આઇએએસ ઓફિસર
ખૂબ જ મહેનત કર્યા પછી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ઇન્ડિયામાં 420 મી રેન્ક પ્રાપ્ત કર્યો અને ત્યારબાદ આઇએએસ ઓફિસર બની તેના સંઘર્ષ ની કહાની લોકો માટે પ્રેરણારૂપ છે.