15 દિવસમાં તમે ઘટાડી શકો છો 10 કિલો સુધી વજન, બાબા રામદેવે આપી સચોટ ટિપ્સ

15 દિવસમાં તમે ઘટાડી શકો છો 10 કિલો સુધી વજન, બાબા રામદેવે આપી સચોટ ટિપ્સ

આજકાલ વધતું વજન એક મોટી સમસ્યા બની ગયેલ છે. ખરાબ ખાણી-પીણી, જંકફુડનું વધારે પડતું સેવન, આળસ, અવ્યવસ્થિત જીવનશૈલી અને કોઇ ફિઝિકલ ઍક્ટિવિટી ન થવાને લીધે લોકો સ્થુળતાનો શિકાર બની રહ્યા છે. સ્થુળતાને કારણે ફક્ત તમારી બહારની સુંદરતા પ્રભાવિત નથી થતી, પરંતુ શરીર પણ ગંભીર સમસ્યાઓને ઝપેટમાં આવી જતું હોય છે. આજે દેશમાં 30 ટકા લોકો સ્થુળતાનો શિકાર છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લોકો મોટા ભાગે ડાયટિંગ અને જીમ ની મદદ લેતા હોય છે. જો કે યોગની મદદથી પણ શરીરના એકસ્ટ્રા ફેટમાંથી છુટકારો મેળવી શકાય છે.

યોગગુરૂ બાબા રામદેવનાં જણાવ્યા મુજબ નિયમિત રૂપથી યોગ કરીને તથા અન્ય ઘરેલુ નુસખા અપનાવીને તમે બે સપ્તાહમાં 10 કિલો સુધી વજન ઘટાડી શકો છો. ખાસ વાત એ છે કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. બાબા રામદેવના જણાવ્યા અનુસાર યોગાસન જેમાંથી 4 ઉભા રહીને કરવામાં આવે છે, 3 બેસીને અને 5 સુઈને કરવામાં આવે છે. આ યોગાસનને 50 થી 100 વખત નિયમિત રૂપથી અભ્યાસ કરવા પર સ્થુળતા ઓછી કરવામાં મદદ મળે છે.

તિર્યક તાડાસન

આ યોગાસન ઊભા રહીને અભ્યાસ કરવાથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. સાથો સાથે તેનાથી સ્નાયુઓ પણ મજબુત થાય છે.

ત્રિકોણાસન
આ આસનને ઓછામાં ઓછું 50 વખત અભ્યાસ કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

કોણાસન

બાબા રામદેવનાં જણાવ્યા અનુસાર આ યોગાસનનો અભ્યાસ કરવાથી શરીરમાં રહેલ એક્સ્ટ્રા ફૅટ એનર્જી બદલી જાય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પદસ્થ આસન

આ આસનને નિયમિત રૂપથી અભ્યાસ કરવાથી પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ દુર થાય છે અને સાથોસાથ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

ચક્કી આસન

બાબા રામદેવનાં જણાવ્યા અનુસાર આ આસનને 20 થી 25 વખત કરવાથી કમર અને પેટની ફેટ ઓછી કરી શકાય છે. આ આસન બેસીને કરી શકાય છે.

સ્થિત કોણાસન

આ આસનને નિયમિત રૂપથી અભ્યાસ કરવાથી કમર અને જાંઘની ફેટ ઓછી થાય છે. સાથોસાથ કે ડાયાબિટીસને પણ કાબુમાં રાખવામાં મદદગાર સાબિત થાય છે.

પશ્ચિમોતાસન

આ આસનને એક દિવસમાં અંદાજે 15 થી 20 વખત અભ્યાસ કરવો જોઈએ. તેનાથી બહાર નીકળી ગયેલી ફાંદ અંદર જતી રહે છે. આ સિવાય ભુજંગાસન, શલભાસન, અર્ધ હલાસન, સુર્ય નમસ્કાર અને દંડ-બેઠક વગેરે કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *