સમુદ્ર કિનારે ફરવા નીકળી મહિલા, મળી એવી વસ્તુ કે રાતોરાત બની ગઈ કરોડપતિ

સમુદ્ર કિનારે ફરવા નીકળી મહિલા, મળી એવી વસ્તુ કે રાતોરાત બની ગઈ કરોડપતિ

કિસ્મત પણ મોટી કામની વસ્તુ છે. જે ગમે ત્યારે ગમે એને કરોડપતિ બનાવી શકે છે. આવી જ એક ઘટના થાઇલેન્ડ માં બની હતી. મહિલા સમુદ્ર કિનારે ફરતા ફરતા મળ્યું એવું કે રાતોરાત કરોડપતિ બની ગઈ.

મહિલા નખોન સી થમ્મરત પ્રાંતમાં દરિયાઇ કિનારા પર ચાલતી હતી. ત્યારે એક વિચિત્ર પથ્થર જેવી વસ્તુ દેખાઈ. મહિલાને તેમાંથી માછલીની ગંધ આવતી હતી. તેને લાગ્યું કે કદાચ આ વસ્તુનો કોઈ ઉપયોગ થઈ શકે.આવું વિચારીને તે આ વસ્તુને ઘરે લઇ આવી. ત્યારબાદ તેને આસપાસના પડોશીઓને આ અજીબ વસ્તુ બતાવી. એકે તેમને કહ્યું કે, આ વિચિત્ર વસ્તુ વ્હેલ માછલીની ઉલ્ટી છે. તેને એમ્બ્રેગિસ પણ કહેવામાં આવે છે.

આ સાંભળીને મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ. પછીથી તેમને એ પણ ખબર પડી કે આંતરરાષ્ટ્રીય બજારમાં વ્હેલ માછલીની ઉલ્ટીની ખુબ જ ઉંચા ભાવે વેચાય છે. વ્હેલ માછલીની આ ઉલ્ટી 12 ઇંચ પહોળી અને 24 ઇંચ લાંબી હતી. આ ની બજારમાં કિંમત 1.8 કરોડ રૂપિયા જેટલી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, વ્હેલ માછલીની ઉલ્ટીનો ઉપયોગ પરફયુમ બનાવવા માટે થાય છે. જે પરફ્યુમની ગંધને લાંબા સમય સુધી જાળવી રાખે છે.

આ મહિલાએ જણાવ્યા કે, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આટલો મોટો ટુકડો મળ્યો. હું આશા રાખું છું કે મને આના ઘણા પૈસા મળશે. અત્યારે મેં તેને મારા ઘરમાં સુરક્ષિત રાખ્યો છે. સ્થાનિક કાઉન્સિલ ટૂંક સમયમાં આની પણ તપાસ કરશે.

admin