આ મહિલાને ડોક્ટર કહીએ કે માણસાઈની મૂર્તિ, છોકરી જન્મવા પર નથી લેતી ફી, ખુદ વહેચે છે મીઠાઈ

આપણા સમાજમાં આજે પણ અમુક લોકો વિકૃત માનસિકતાવાળા હોય છે, જેઓ પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ રાખે છે. જો કોઈના ઘરે દીકરાનો જન્મ થાય, તો તેઓ ખુબ જ ધામધૂમથી ઉજવે છે અને લોકોમાં મીઠાઈ પણ વેચે છે, પરંતુ જો દીકરીનો જન્મ થાય છે તો લોકો થોડી પણ ખુશી વ્યક્ત કરતા નથી, પુત્રીના જન્મ થવા પર જાણે કાંઈ થયું નો હોય તે રીતે રહે છે.
આપણા દેશમાં ઘણા એવા વિસ્તારો પણ છે. જ્યાં દીકરીઓની સંખ્યા દીકરા કરતા ઘણી ઓછી હોય, આપણા દેશમાં પણ ઘણી જગ્યાએ દીકરીના જન્મ પર લોકો ખુશ નથી, તે તેમની વિકૃત માનસિકતા છે. તે બંને વચ્ચે તફાવતથી જુએ છે, પરંતુ ખરેખર, આજકાલ, પુત્રીઓ પુત્રની પાછળ નથી, તેના બદલે તે દીકરા સાથે ખભાથી ખભો મિલાવીને ચાલે છે. આજકાલ સમાજમાં ઘણી જગ્યા પર દીકરો તેમના માતાપિતાનું નામ રોશન કરતી જોવા મળે છે.
આજે અમે તમને એક મહિલા ડૉક્ટર વિશે જણાવા જઈ રહ્યા છીએ, જેઓ પુત્રી અને પુત્ર વચ્ચે થોડો પણ ભેદભાવ રાખતા નથી. આ ઉપરાંત, આ મહિલા ડૉક્ટર જો પુત્રીનો જન્મ થાય છે. તો તે ડિલિવરી ચાર્જ તથા હોસ્પિટલનો અન્ય ચાર્જ લેતા નથી. આ સાથે સમગ્ર નર્સિંગ હોમમાં મીઠાઈ પણ વહેંચે છે.
આ મહિલા ડૉક્ટર લોકોની વિચારસરણી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મહિલા ડૉક્ટર આ કોશિશમાં લાગ્યા છે કે, ભલે દીકરો હોય કે દીકરી, લોકોએ તેમને ખુશીથી અપનાવી જોઈએ અને બંને વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ.
આ ડૉક્ટર નું નામ ડો.શિપ્રા ધર છે. તમને જણાવી દઈએ કે ડૉક્ટરશિપ્રા ધરએ બીએચયુમાંથી એમબીબીએસ અને એમડી પૂર્ણ કર્યું છે અને તે વારાણસીમાં નર્સિંગ હોમ ચલાવે છે. તેમના પતિનું નામ ડૉક્ટર એમ કે શ્રીવાસ્તવ છે. તે તેની દીકરીના આ કાર્યથી ખુબ જ ખુશ છે અને તેમને પૂરો સહકાર પણ આપે છે. ડો.શિપ્રા ધર ના લગ્ન થયા પછી પોતાનું એક નર્સિંગ હોમ ચલાવે છે. આ બંને ડૉક્ટર દંપતી ખૂબ જ સારા કામ કરી રહ્યા છે.
આ મહિલા ડૉક્ટર છોકરીના ડિલિવરી દરમિયાન ઓપરેશન કરવું પડે તો પણ કોઈ ચાર્જ લેતી નથી. આ મહિલા ડોક્ટરે અત્યારે સુધીમાં 110 થી વધુ દીકરીઓના જન્મ પર ફી લીધી નથી. આ મહિલા ડૉક્ટરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુબ જ પ્રભાવિત થયા હતા. પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ ડો.શિપ્રા ધર સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદીએ મંચ પરથી સંબોધન કરતા દેશના તમામ ડોકટરોને વિનંતી કરી હતી કે જો દીકરીનો જન્મ દર મહિને 9 તારીખે થાય છે. તો તેના માટે કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે અને આ પગલાથી બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલન વધુ સશક્ત બનશે.