પોતાની પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, દીપડાનું ગળું દબાવીને…

પોતાની પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, દીપડાનું ગળું દબાવીને…

પરિવાર પર કોઈ આફત આવે અને સામે મોત દેખાતું હોય ત્યારે માણસ શું નકરી શકે? કર્ણાટકમાં આવો જ એક બનાવ જોવા મળ્યો હતો. અહીં એક વ્યક્તિ અને તેના પરિવાર પર દીપડાએ હુમલો કરી દીધો હતો. જે બાદમાં વ્યક્તિએ દીપડાને પકડી લીધો હતો અને ગળું દબાવીને મારી નાખ્યો હતો.

કર્ણાટકના હસન જિલ્લા ખાતે આ બનાવ બન્યો હતો. હવાલો અનુસાર, રાજાગોપાલ નાઇક નામનો વ્યક્તિ મોટરસાઇકલ પર સવાર થઈને પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન દીપડાએ પાછળથી તેમના પર હુમલો કરી દીધો હતો. પરિવારના સભ્યોને બચાવવા માટે રાજાગોપાલે દીપડા સાથે બાથ ભીડી લીધી હતી અને તેનું ગળું પોતાના હાથ વડે દબાવી દીધું હતું. આ દરમિયાન તેને ઈજા પણ પહોંચી હતી. આ અંગેનો એક વીડિયો પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દીપડાએ રાજાગોપાલના બાળકના પગમાં બચકું ભરી લીધું હતું અને તેની પત્ની પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાજાગોપાલે બહાદુરી બતાવતા દીપડાને ગળાથી પકડી લીધો હતો અને તેના માથામાં પ્રહાર કર્યો હતો. રાજાગોપાલ અને દીપડા વચ્ચેની ફાઇટમાં એક સમયે દીપડાએ પકડમાંથી છૂટી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજગોપાલે તેને છોડ્યો ન હતો. રાજાગોપાલે દીપડાનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે થોડા સમય પછી શ્વાસ ન લઈ શકવાને કારણે તેણે દમ તોડી દીધો હતો.

દીપડા અને રાજાગોપાલ વચ્ચેની લડાઈમાં રાજાગોપાલને થોડી ઈજા પહોંચી હતી. તેના ચહેરા અને કપાળના ભાગે દીપડાએ પંજાથી ઈજા પહોંચાડી હતી. જે બાદમાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પરિવારની રક્ષા માટે દીપડાને મારી નાખનાર રાજાગોપાલની પ્રશંસા કરી હતી.

આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે રાજાગોપાલ જમીન પર ઈજાગ્રસ્ત હાલતમાં બેઠો છે. તેની આગળની બાજુમાં દીપડાને મૃતદેહને રાખવામાં આવ્યો છે. લોકો આ વીડિયો વાયરલ કરતાની સાથે સાથે રાજાગોપાલને Drishyam 2 ફિલ્મના એક પાત્ર સાથે સરખાવી રહ્યા છે.

હસન ડિવિઝનના ડીસીએફ કે.ટી. બસવરાજે આઈએએનએસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક પરિવાર પર હુમલો કર્યા બાદ દીપડાની મારી નાખવામાં આવ્યો હતો. પરિવાર બાઇક પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો જેના કારણે બાઇક નીચે પડી ગયું હતું. જે બાદમાં દીપડાએ મહિલાનો પગ પકડી લીધો હતો. ખતરો જોઈને બાઇક સવાર વ્યક્તિ અને તેની દીકરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં ગામના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન દીપડાને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *