સલમાન ખાને અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી, વિઝીટર બુકની અંદર લખ્યું વિશેષ કારણ, જાણો શું કામ સલમાન આવ્યો અમદાવાદ

બોલીવુડના ઘણા કલાકારો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત બાદ તાજેતરમાં જ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે, જ્યાં તેને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને વિઝીટર બુકમાં એક નોંધ પણ લખી હતી.
ગાંધી આશ્રમ પહોંચેલા સલમાન ખાનને જોવા માટે ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા. સલમાન ખાન ગાંધી આશ્રમ ખાતે 20 મિનિટ સુધી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેને ચાહકોનું અભિવાદન કર્યું હતું. આ સિવાય સલમાને ચરખો પણ કાંત્યો હતો. તમને જણાવી દઈએ કે સલમાન ખાન તેની ફિલ્મ અંતિમના પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યો છે.
આ દરમિયાન સલમાન ખાને મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘ચરખો ચલાવવાનું શીખી લીધું છે. હું મારી જાતને ખુબ જ ભાગ્યશાળી માનું છું. મને ગાંધી આશ્રમ ખૂબ જ ગમ્યો. ગાંધી આશ્રમમાં ફરી આવવાની મારી ઈચ્છા છે. હું ક્યારેય આ પવિત્ર જગ્યાને નહીં ભૂલી શકું.’
આ ઉપરાંત ગાંધી આશ્રમની વિઝીટર બુકમાં પણ સલમાન ખાને ખાસ નોંધ કરી હતી, તેને લખ્યું હતું કે, ‘અહીં આવીને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને આ જગ્યા ખૂબ જ ગમી. અહીં આવવું મોટું સન્માન છે. હું ક્યારેય આ જગ્યાને નહીં ભૂલી શકું. ચરખા પર પહેલીવાર હાથ અજમાવવો ખૂબ જ અદભુત અનુભવ રહ્યો. પરમાત્મા ગાંધીજીની આત્માને શાંતિ આપે. હું અહીં આવવા માગીશ અને વધુ શીખવા માગીશ.’
સલમાન ખાન લાંબા સમય બાદ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેને અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી આ દરમિયાન તેને ગાંધી આશ્રમમાં હૃદયકુંજ અને ગાંધીજીના રૂમની પણ મુલાકાત કરી. ગાંધી આશ્રમમાં સલમાને રેંટિયો ચલાવ્યો હતો. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરી લીધી હતી.
અભિનેતાને જોવા માટે ગાંધી આશ્રમની બહાર ચાહકોની મોટી ભીડ જામી ગઈ હતી, ચાહકો ભાઈજાનની એક ઝલક જોવા માટે કાબુમાં પણ નહોતા રહી શકતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવે છે. સલમાન સાથે તેનો બોડીગાર્ડ શેરા અને ફિલ્મ અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકર પણ હતા.
સલમાન ખાન ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાંજે 4 કલાકે PVR સિનેમામાં પોતાની ફિલ્મ અંતિમના શો સમયે ચાહકોનું અભિવાદન કરવા પહોંચ્યા હતા. જ્યાંથી તે સીધો જ મુંબઈ પરત જવા માટે રવાના થશે.
પીવીઆરમાં પહોંચેલા સલમાન ખાનની પણ કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર વાઇરલ થઈ છે. જેમાં તે ચાહકોનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચાહકો સલમાન ખાનને ઘેરીને ઉભા છે અને તેના સુરક્ષાકર્મીઓ ભાઈજાનને સાચવતા જોવા મળી રહ્યા છે.
સલામને પીવીઆર સિનેમા પહોંચ્યો ત્યારે બ્લેક રંગની ટી-શર્ટ પહેરી હતી, જેના ઉપર તેની બિંગ હ્યુમન બ્રાન્ડનો લોગો પણ જોઈ શકાતો હતો. સલમાન ખાનના ચાહકો પણ સલમાનને નજીક જોઈને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.
સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ હાલમાં જ રિલીઝ થઇ છે, ત્યારે આ ફિલ્મનું પ્રમોશન પણ ખુબ જ જોર શોરથી ચાલી રહ્યું છે, જેના કારણે સલમાન અમદાવાદમાં આવ્યો હતો. આ ફિલ્મની અંદર સલામન ખાન પોલીસ ઇન્સ્પેકટરની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
#SalmanKhan In Ahemdabad , #GandhiAshram @BeingSalmanKhan pic.twitter.com/ZDyIYozkP9
— राधे (@iBadasSalmaniac) November 29, 2021
આ ફિલ્મનું ડિરેક્શન મહેશ માંજરેકરે દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ એક મરાઠી ફિલ્મ ‘મુળશી પેટર્ન’ની રિમેક છે. જેમાં સલમાન સાથે આયુષ શર્મા પણ જોવા મળે છે. આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યું છે.
View this post on Instagram
સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ રિલીઝ થયાને ત્રણ દિવસ જેટલો સમય થયો છે, ત્યારે આ ત્રણ દિવસની અંદર ફિલ્મની ચાહકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે, સલમાનના ઘણા ચાહકો આ ફિલ્મથી ખુબ જ ઉત્સાહિત પણ છે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં સલમાનની આ ફિલ્મ જયારે થિયેટરમાં પ્રસારિત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો થિયેટરમાં જ આતીશબાજી કરતા જોવા મળ્યા હતા, તેનો પણ વીડિયો સામે આવ્યો હતો, આ ઉપરાંત કેટલાક લોકો સલમાનની ‘અંતિમ’ ફિલ્મના પોસ્ટર ઉપર દૂધ પણ ચઢાવતા જોવા મળ્યા હતા. જેને લઈને સલમાને આમ ના કરવા પણ ચાહકોને જણાવ્યું હતું.