KGF સ્ટાર યશ તેની પત્ની રાધિકા સાથે કર્યો નવા ઘરમાં પ્રવેશ , જુઓ તેમના નવા ઘરની શાનદાર ઝલક

સાઉથ ના સુપરસ્ટાર યશને આજે કોઈ ની જરૂર નથી. યશની ફેન ફોલોઇંગ માત્ર દક્ષિણ ઉદ્યોગમાં જ નથી પરંતુ તે હિન્દી પ્રેક્ષકોમાં પણ ખૂબ જ લોકપ્રિય થયા છે. સાઉથના સુપરસ્ટાર યશની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. ચાહકો તેની ફિલ્મો માટે દિવાના છે. તેમણે પોતાની કારકિર્દીમાં 20 જેટલી ફિલ્મો કરી છે.
જેમાં એકથી વધુ બ્લોકબસ્ટર શામેલ છે. કેજીએફ પછી યશના ચાહકો તેના જબરા ફેન્સ બની ગયા છે. હવે પ્રેક્ષકો આતુરતાથી તેના કેજીએફ 2 ની રાહ જોઈ રહ્યા છે. યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે. અગાઉ તે કન્નડ ટીવી સિરિયલોમાં કામ કરતા હતા. યશે વર્ષ 2007 માં ફિલ્મ જમબડા હુદગીથી પહેલી વાર શરૂઆત કરી હતી.
યશ એ ખરીદ્યું નવું ઘર
સુપરસ્ટાર યશ જે હંમેશાં ફિલ્મોના કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે અથવા બીજા કોઈ કારણોસર હાલમાં ચર્ચામાં રહે છે. ખરેખર, અભિનેતાએ એક વૈભવી ઘર ખરીદ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. યશ તેની પત્ની સાથે નવા ઘરમાં પૂજા કરતા જોવા મળે છે. અને તેનું ઘર ખૂબ સુંદર છે.
સુપરસ્ટાર યશ તેના નવા ઘરે પરિવાર સાથે પૂજા કરતા જોવા મળે છે. યશના નવા ઘરના ફોટા ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે અને તેઓ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યશ આશરે 50 કરોડની સંપત્તિના માલિક છે. યશ પાસે બેંગ્લોરમાં આશરે 4 કરોડ રૂપિયાનો લક્ઝુરિયસ બંગલો પણ છે. હવે આ યશનું બીજું ઘર હોઈ શકે છે.
યશના ઘરે એક સોફા સેટ પડેલો છે. જેમાંથી બહારનું દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. તો બીજા ફોટામાં યશ તેની પત્ની રાધિકા પંડિત સાથે બેઠા જોવા મળે છે.
અન્ય તસવીરોમાં યશ અને રાધિકા ઘરની પૂજા કરતા જોવા મળી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, યશે 2016 માં કન્નડ ફિલ્મ અભિનેત્રી રાધિકા સાથે લગ્ન કર્યા હતા. દંપતીને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રીનું નામ આર્ય અને પુત્રનું નામ યથર્વ છે.
સુપરસ્ટાર યશ ખૂબ જ લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે અને તેને ગાડીઓ પણ ખૂબ શોખ છે. ગાડીઓ ની વાત કરીએ તો યશ પાસે ઘણી લક્ઝરી કાર્સ છે જેમ કે ઓડી ક્યૂ 7 અને રેન્જ રોવર.
યશ કોઈ ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. પરંતુ તેના પિતા તેને ખૂબ જ મહેનત કરીને પાળ્યા છે. યશના પિતા અરૂણ કુમાર બસ ડ્રાઇવર છે. ખાસ વાત એ છે કે આજે પણ તેઓ કાર ચલાવે છે. યશના પિતા કહે છે કે તે આ વ્યવસાય છોડી શકતા નથી કારણ કે તેના કારણે આજે તેમનો પુત્ર આટલો મોટો થઈ ગયો છે.