લોકડાઉન દરમિયાન આ રીતે કર્યા અનોખા લગ્ન, વિદેશી છોકરી અને દેશી છોકરાની આવી અનોખી છે લવસ્ટોરી..

આ મહામારીના લીધે જ્યાં ઘણા લોકોએ પોતાના લગ્નને કેન્સલ કરી દીધા છે. ત્યા હાલમાં જ એક કપલે અનોખા લગ્ન કર્યા છે. વાસ્તવમાં મેક્સિકોમાં રહેતી છોકરીએ હરિયાણાનાં એક છોકરા સાથે લવ મેરેજ કર્યા છે. જોકે, લોકડાઉનને લીધે બંનેનાં લગ્નની વિધિઓ પુરી થઈ શકી ન હતી.
તમને જણાવી દઈએ કે આ અનોખા લગ્ન હરિયાણાનાં રોહતકમાં થયા છે. રોહતકની સૂર્ય કોલોનીનાં નિરંજન કશ્યપની 3 વર્ષ પહેલાં મેક્સિકન છોકરી ડાના જોહેરી સાથે ઓનલાઈન દોસ્તી 2017 માં સ્પેનિશ લેંગ્વેજનો કોર્સ કરતી વખતે થઈ હતી.
નિરંજને આ પહેલા હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો છે. તે પછી તેણે ઓનલાઈન લેંગ્વેજ કોર્સમાં એડમિશન લીધુ હતુ. ધીમે-ધીમે બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જે બાદ છોકરીને પાછા પોતાના દેશ જવુ પડ્યુ હતુ. ત્યારે નિરંજન છોકરીને મળવા માટે મેક્સિકો પણ ગયો હતો. તે બાદ ડાના પોતાની માતા મરિયમ ક્રૂઝની સાથે ટુરિસ્ટ વિઝા પર રોહતક ફરી આવી હતી.
ત્યારે નિરંજનનાં જન્મદિવસનાં અવસરે બંને પરિવારની સંમતિ મળી ગઈ હતી. તો 24 એપ્રિલે છોકરીની માતાને પાછા પોતાના દેશ જવાનું હતુ, એટલા માટે બંનેએ તે પહેલાં લગ્ન કરવા જરૂરી હતા.
પરંતુ લગ્નમાં નાગરિકતા અડચણ બનતી હતી. એવામાં મંજૂરી માટે જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે એપ્લિકેશન કરવામાં આવી હતી. તેમના લગ્નમાં કોઈ અડચણ ન આવે તે માટે જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે પબ્લિક નોટિસપણ કાઢવામાં આવી હતી.
પરંતુ, લગ્નની વિધિ પૂર્ણ થાય તે પહેલાં જ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટને લોકડાઉનની જાણ થતાની સાથેજ રાત્રે 8 વાગ્યે કોર્ટ ખોલાવીને બંનેનાં લગ્નની વિધિ કરાવીને લગ્ન કરાવી દીધા હતા.
દુલ્હાએ જણાવ્યુ કે, 24 એપ્રિલે છોકરીની માતાને પાછા પોતાના દેશ જવાનું હતુ પરંતુ તે બાદ 5 મેની ફ્લાઈટ બુક કરાવી હતી. મેક્સિકોમાં રહેતી ડાનાનાં લગ્ન કોર્ટ મેરેજ મુજબ થયા છે.
તમને જણાવી દઈએ કે, ડાનાના પિતા, નાની બહેન અને દાદી સિવાય પરિવારનાં અન્ય લોકો મેક્સિકોમાં રહે છે.