બાલાજી વેફર્સને પડી મોટી ખોટ, મેઘજીભાઈ વિરાણીનું દુઃખદ અવસાન થતાં પરિવાર ઉંડા શોકમાં..

વેફરનું નામ પડે એટલે આપણને બાલાજી વેફરનું નામ યાદ એવું જાય છે. નમકીનની ટેસ્ટી દુનિયાની વાત કરીએ તો રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ પેપ્સિકો જેવી વિદેશી મોટી કંપનીઓને પણ હંફાવી દીધી છે.
બાલાજી વેફરના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી 10 હજાર કરોડ કરતા વધારેનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આજે પણ તેઓ જૂના મિત્રો સાથે ઘણીવાર સમય ગાળે છે. લગ્ન પ્રસંગોમાં હાજરી આપીને તેમની સાથે ગરબે પણ ઘુમે છે અને પરિવારના બાળકોને પોતે ઘણી વાર જાતે વેફર તળીને ખવડાવે છે.
બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ગુજરાત બહાર પોતાનો બીજો પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે. વર્ષ 2016 માં મધ્યપ્રદેશમાં તૈયાર કરેલ પ્લાન્ટ બાદ બાલાજી વેફર્સ હવે ગુજરાત બહાર ઉત્તરપ્રદેશમાં પોતાનો બીજો પ્લાન્ટ તૈયાર કરી રહ્યો છે. પરંતુ આ પહેલાં જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાલમાં ચાલી રહેલી મહામારીએ દેશમાંથી ઘણા લોકોનો ભોગ લીધો છે. જેમાં હવે એક વધારે નામ ઉમેરાયું છે.
હાલમાં એક દુખદ સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ સહિત દેશભરમાં વિખ્યાત બાલાજી વેફર્સ પરિવારના મેઘજીભાઇ વિરાણીનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, એકાદ મહિના પહેલાં જ તે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેમાંથી સાજા થયા બાદ ફેફ્સાની બીમારી લાગુ પડતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.
બાલાજી વેફર્સના મેઘજીભાઈ, ભીખાભાઇ, ચંદુભાઇ તથા કાનજીભાઇના મોટા ભાઇ વ્યવસાયિક રીતે જવેલરી ક્ષેત્રમાં જોડાયેલા હતા. તેમને સંતાનમાં એક દીકરી તથા બે દીકરાઓ છે. 2010 માં તેઓ કોંગ્રેસમાંથી વોર્ડ નં.10માંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હતા. હાલમાં બાલાજી વેફર્સ પરિવારમાં તેમજ વિરાણી પરિવારમાં શોકની વાતાવરણ છવાઈ ગયું છે.
આપણે વાત કરીએ ચંદુભાઈની તો મોટા ઉદ્યોગપતિ હોવા છતાં બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના પગ ધરતી પર જ છે. ચંદુભાઈનું માનીએ તેઓ નાનપણમાં મિત્રો સાથે નદીએ નાહવા જતા હતા અને ઝાડ પર ચડવાની રમતો પણ રમતા હતા. આ મિત્રો સાથે તેઓ આજે પણ સંપર્કમાં રહેલા છે. આ મિત્રો જ્યારે રાજકોટ આવે ત્યારે અચૂક ચંદુભાઈને મળે છે. ચંદુભાઈ પણ તેમના નાના-મોટા પ્રસંગોમાં હાજરી આપે છે.
તેમના પ્રસંગમાં પરિવારના સભ્યની જેમ તેઓ રાસ-ગરબામાં સામેલ થઇ જાય છે. ગામડામાં જે રીતે રાસ રમાય એ રીતે જ કાઠિયાવાડી રાસ રમતા જોઈને લોકોને નવાઈ લાગે છે. આ ઉપરાંત, તેમને ટ્રેડિશનલ રાસનો શોખ છે. બાકી બીજો કોઈ ખાસ શોખ નથી. તેઓ એકદમ સાદું જીવન જીવે છે. ચંદુભાઈ કહે છે કે, મિત્રો એ મિત્રો હોય છે. પૈસા આવ્યા એટલે હું તેમને છોડી દઉં એ વસ્તુ તો યોગ્ય નથી. તેઓ મને ઘણી વાર ફોન કરે, હું પણ ફોન પર તેમના સંપર્કમાં રહું છું.
આજના સમયમાં સમયમાં નમકીનની દુનિયામાં ઘણી બધી નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ આવેલી છે. એમાં પણ ગુજરાતની બાલાજી વેફર્સે પોતાનું એક અલગ સ્થાન અને નામ બનાવ્યું છે. બાલાજી વેફર્સને ખરીદવા માટે દેશ-વિદેશની ઘણી કંપનીઓ પડાપડી કરી રહી છે. બાલાજી વેફર્સની શરૂઆત ખુબ જ નાના પાયે થઇ હતી અને આજે વેફર્સમાં બાલાજીનો કોઇ પર્યાય નથી. માહિતી મુજબ, તેનું ટર્નઓવર 1800 કરોડથી વધારે છે.
બહુ ઓછા લોકો ને ખબર હશે કે એક સમયે તેઓ રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરતા હતા. ચંદુભાઈ પોતાનો ભૂતકાળ આજે પણ ભૂલ્યા નથી અને સામાન્ય લોકો સાથે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તે છે. ભૂતકાળને યાદ કરતા તેઓ કહે છે કે, જ્યારે હું એસ્ટ્રોનમાં નોકરી કરતો હતો એ સમયે મારી સાથે વિજયભાઈ શાહ નોકરી કરતા હતા અને ચંદુભાઈ ઠક્કરની રેકડી પણ હતી.
આજે પણ આ બંને સાથે ઘરે જઈને જમવાના સંબંધ છે. વિજયભાઈને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવે છે. જયારે ચંદુભાઈ સેન્ડવિચની દુકાન ચલાવે છે. તેઓ એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં જોડાયા ત્યારે સૌથી પહેલા 1974-1982 સુધી બહારથી વેફર લાવીને કેન્ટીનમાં વેચતા હતા.
બાલાજી પરિવાર સાથે અંદાજિત છ હજાર કરતા વધારે કર્મચારી જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારીઓ નહીં પણ પરિવાર સભ્ય માને છે. તેમની વિચારણા પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફના કોઈને પણ ક્યારેય માગવા આવવું જ ન પડે એટલું તેમને આપી દે છે. તેઓ માને છે કે કર્મચારીએ માગવા આવવું પડે એ આપણી ઉણપ ગણાઈ.
કર્મચારીઓને તેઓ કમાઉ દીકરા પણ માને છે. બાલાજી વેફર્સ ગ્રૂપ મહિલા સશક્તિકરણની એક મિસાલ પણ છે. કંપનીના સ્ટાફમાં 75 ટકા કરતા વધારે મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે, પુરુષની સરખામણીએ મહિલામાં એકાગ્રતા વધારે હોય છે. તેમજ આપણી સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈની રાણી પણ ગણવામાં આવે છે. તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવે છે.
હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો પણ સમાવેશ થયો છે. જેમાં ચંદુભાઈ વિરાણી 2800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3300 કરોડના માલિક છે.