ગુજરાતના આ બે કરોડપતિ ભાઈઓએ દિવાળીની રજાઓમાં કોઈ જગ્યાએ ફરવા જવાને બદલે એક એવું કામ કર્યું કે આવું કામ કરવાની હિંમત બધા લોકોમાં હોતી નથી..

આજે પણ આપણી વચ્ચે એવા ઘણા લોકો છે જેમના માટે સમાજ સેવા સર્વોપરી હોય છે. એવા લોકો સમાજ સેવા માટે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ અને પોતાનું એશો આરામથી ભરેલું જીવન પણ છોડી દેતા હોય છે. આજે અમે તમને ગુજરાતના એક આવા યુવક વિષે જણાવીશું કે જેમને ગાયોની સેવા કરવા માટે પોતાનું એશો આરામથી ભરેલા જીવનને છોડી દીધું.
ગુજરાતના આ યુવકનું નામ આકાશ અને હરેશ છે અને તે બંને હીરાના વેપારી છે. તેમનું જીવન ખુબ જ વૈભવથી ભરેલું છે. દર વર્ષે તે કરોડો રૂપિયાનો ધંધો કરે છે. આકાશભાઈને બાળપણથી જ ગાયો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેમને હંમેશાથી ગોવાળિયા જે રીતે પોતાનું જીવન જીવે છે. તેવું જીવન જીવવાનો શોખ હતો. તો તેમણે આ દિવાળી પોતાના નાના ભાઈને કહ્યું કે આ દિવાળી કોઈ જગ્યાએ ફરવા માટે નથી જવું.
તો તે પોતાના ભાઈની સાથે નક્કી કર્યું કે આપણે આ વખતે દિવાળી ગોવાળિયાઓ સાથે રહેશુ અને તે પોતાનું જીવન કેટલી તકલીફોના ગુજારે છે. તેનો અનુભવ કરીશું. તો આ બંને ભાઈઓ ગુજરાતમાં એક ગોળિયાઓના ગુપ સાથે સામીલ થઇ ગયાને તેમની સાથે સાથે હરિયાણા આવી ગયા.
આ બંને ભાઈઓએ ઘણા દિવસ ગોવાળિયાઓ સાથે રહીને ખુબજ મઝા કરી અને તેમના જીવનમાં આવનારા તકલીફોનો અનુભવ કર્યો. ગાય પ્રત્યે તેમનો આવો પ્રેમ જોઈને આજે દરેક બધા લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે. AC માં રહેતા આ બે ભાઈઓએ અનુભવ કર્યો કે આ ગોવારીયાઓ પોતાના જીવનમાં કેટલી મહેનત કરે છે.