ઘરે જ બનાવો શુદ્ધ ટામેટા સોસ – ટોમેટો કેચપ

ઘરે જ બનાવો શુદ્ધ ટામેટા સોસ – ટોમેટો કેચપ

ઘરે બનાવો ટામેટા સોસ જે સંપૂર્ણ શુદ્ધ અને તેનો સ્વાદ પણ સારો હોય છે. તેને બ્રેડ, પરાઠા અને ચાઇનીઝ ફૂડ સાથે ખાઈ શકો છો.

સામગ્રી

  • ટામેટા – 1 કિલો
  • ખાંડ – 3/4 કપ
  • કાળું મીઠું – 1 નાની ચમચી અથવા સ્વાદ મુજબ
  • સુકા આદુ પાવડર – 1/2 નાની ચમચી
  • ગરમ મસાલા – 1/2 નાની ચમચી
  • સરકો – 1/2 કપ

બનાવવાની રીત

  1. બજારમાંથી સારા લાલ ટામેટાં લો. ટામેટાંને બરાબર ધોઈ લો. તેના ચાર ટુકડા કરી લો. ટામેટાના ટુકડા એક વાસણમાં નાંખો.
  2. હવે તેને ઢાંકી ને ધીમા આંચ પર ઉકળતા રહો. થોડી થોડી વારે ચમચી વડે હલાવતા રહો જેથી ટમેટા તળિયે ચોંટે નહીં.
  3. ટામેટાં નરમ થઈ જાય, ત્યાર પછી ગેસ બંધ કરી દો. બાફેલા ટામેટાં ના મિશ્રણને મેસ કરો અને તેને સ્ટીલની ચાળણીથી છીણી લો. બાકીના બરછટ ટમેટાના ટુકડાને મિક્સર માંથી સારી રીતે પીસી લો.
  4. હવે તેને ચાળણીમાં નાંખો અને તેને ચમચીથી બરાબર દબાવો. ફક્ત ટામેટાની છાલ અને બીજ ચાળણીમાં રહેશે, તેને બાહર કાઢી લો.
  5. ભારે વાસણમાં ગેસ પર ફિલ્ટર કરેલ ટમેટાના પલ્પ મૂકો.
  6. ઉકળતા અને પલ્પ  ઘાટું થાઈ પછી તેમાં ખાંડ, કાળું મીઠું, સૂકી આદુ પાવડર અને ગરમ મસાલા નાખો.
  7. થોડી થોડી વારે ચમચી વડે હલાવતા રહો જેથી ટમેટા નો સોસ તળિયે ચોંટે નહીં. ટામેટા નો સાસુ પૂરતા પ્રમાણ માં જાડો થાય ત્યાં સુધી પકવતા રહો.
  8. ટામેટા નો સાસુ જાડો થઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરી દો. તમારો ટામેટા નો સોસ તૈયાર છે.
  9. હવે ટામેટા નો સોસ ને ઠંડો થવા દયો. ત્યાર પછી તેમાં સરકો ઉમેરો અને તેને કાચની સાફ બોટલ માં ભરી દો.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *