દેશની સેવા કરતા સેનાનો આ જવાન શહીદ થયો તો આજે તેમનો દીકરો અને દીકરી તેની માતાને પૂછે છે કે પપ્પા ક્યાં ગયા અને ક્યારે આવશે, આ સાંભળીને પરિવારની આંખમાંથી આંસુ આવી ગયા

દેશની સેવા કરવા માટે હંમેશા આપણી સેનાના જવાનો ખડેપગે જ રહે છે, હાલમાં દેશની સેવા કરતા CRPF ના એક જવાન શહીદ થયા છે. આ જવાનનું નામ ધર્મેન્દ્ર સિંહ છે, અને તેઓના પાર્થિવ દેહને બુધવારે સવારે તેમના વતન અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ જવાન બિહારના રોહતાસ જિલ્લાના સંઝૌલી વિસ્તારના ગરુડા ગામના રહેવાસી હતા.
તેઓ છત્તીસગઢના સુકમામાં ફરજ પર હતા અને એ જ સમયે દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા હતા. આ જવાનના ચાર વર્ષના દીકરા સિતુ કુમારે તેમના પિતાને બુધવારે સવારે અંતિમ વિદાય આપી હતી. આ જવાનના પત્ની સુનિતા દેવી છે જેઓ તેમના ત્રણ બાળકો સાથે રડી રહ્યા છે. શહીદ જવાનના પિતા રામ બચન સિંહ તેઓ પણ તેમના આસું નહતા રોકી શક્યા.
શહીદ જવાનના ઘરે તેમના પરિવારના અને ગામના બધા જ લોકો ભેગા થઈને જવાનને યાદ કરીને રડી રહ્યા હતા એટલે શહીદ જવાનનો ચાર વર્ષનો દીકરો સિતુ કુમાર અને તેમની દીકરી રુબી જે વારંવાર એવું જ પૂછતાં હતા કે પપ્પા ક્યાં ગયા છે અને ક્યારે આવશે,
આટલું બોલે પછી ત્યાં હાજર બધા જ લોકોની આંખોમાં આંસુ આવી જતા હતા. આ જવાનના શહાદતના જેવા સમાચાર મળ્યા કે તરત જ પરિવારના બધા જ લોકો રડવા લાગ્યા હતા.
આ જવાનની શહાદતના સમાચાર મળતાની સાથે આજુબાજુના ગામના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને તેમના અંતિમ દર્શન માટે પણ લોકો આવ્યા હતા. જવાનને લોકોએ ભેગા થઈને નારાઓ બોલીને ભીની આંખે બુધવારે સવારે અંતિમ વિદાય આપી.