પોતાના ડોક્ટર બનવાના સપનાને બાજુમાં મૂકીને આજે આ પુત્ર રસ્તા પર બિરિયાની વેચીને પોતાની મોટી બહેન ના લગ્ન માટે ભેગા કરી રહ્યો છે પૈસા..

જીવનમાં ઘણા એવા કામ હોય છે કે જેને પોતાની મરજીથી ખુશીથી કરીએ છીએ અને અમુક કામ એવા હોય છે કે પરિસ્થિતિ આપણને કરવા માટે મજબુર બનાવી દે છે. ઈશાન સાથે પણ આવું જ કામ થયું છે. ઈશાનનું સપનું છે કે તે ડોક્ટર બને પણ પરિવાર પર એવી મજબૂરી આવી ગઈ છે કે પોતાના સપનાને બાજુમાં મૂકીને રસ્તા પર બિરિયાની વેચવી પડી રહી છે.
ઈશાન પોતાના પરિવાર સાથે દિલ્હીમાં રહે છે. ઈશાન પોતાના પિતાને મદદ કરવા માટે આ કામ કરે છે. તે ભણવાની સાથે સાથે રસ્તા પર બિરિયાની પણ વેચે છે. તેના પિતાનો આ ધંધો વર્ષો જૂનો છે. ઘરે બહેન લગ્ન હોવાથી નાનો ભાઈ બહેનના લગ્ન માટે પૈસા ભેગા કરી રહ્યો છે.
ઈશાનના પિતાની કમાણી એટલી નહતી થતી કે તેમાંથી દીકરીના લગ્ન થઇ શકે. અને પછી ઈશાને તેના પિતાને કહ્યું કે જયારે તમે ઘરે આવો એના પછી હું બિરિયાની વેચવા માટે જઈશ. ઈશાન પોતાના ઘરની પાસે જ બિરિયાની વેચવા માટે ઉભો રહે છે. 5 વાગ્યા સુધીમાં ઈશાનની બધી જ બિરિયાની વેચાઈ જાય છે. આનાથી તેના પરિવારની આવક વધી ગઈ છે.
આજે નાનો ભાઈ પોતાની બહેનના લગ્ન માટે પૈસા ભેગા કરી રહ્યો છે. ઈશાનનું સપનું છે કે તે મોટો થઇને ડોકટર બને. ઈશાન કહે છે કે જયારે તેની બહેનના લગ્ન થઇ જશે. તેના પછી તે આ બધું કામ છોડીને પોતાના ભણવા ઉપર સંપૂણ ધ્યાન આપશે. આજે પરિવાર પર એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ઈશાનને પોતાના માતા પિતાનો ટેકો બનવું પડે છે.