યુવતીનો આ વીડિયો જોયા બાદ ભલભલાના આંખમાં આંસુ આવી જાય, ભગવાન આવો પતિ કોઈને ન આપે, તેના પતિએ મુક્યું સ્ટેટસ

યુવતીનો આ વીડિયો જોયા બાદ ભલભલાના આંખમાં આંસુ આવી જાય, ભગવાન આવો પતિ કોઈને ન આપે, તેના પતિએ મુક્યું સ્ટેટસ

તાજેતરમાં ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક વિડ્યો વાઇરલ થયો છે. આ વીડિયો બાદ ભારે વિવાદ સર્જાયો છે. એક યુવતીએ પતિના ત્રાસને કારણે ખૂબ જ હ્રદયદ્રાવક વીડિયો બનાવી આત્મહત્યા કરી લીધી છે. આ વીડિયો જોઇને ભલભલા લોકોની પણ આંખો ભીની થઇ જાય તેવો આ વીડિયો જોઇ તમારી આંખો પણ ભીની થઇ જશે.

એક પરિણીત મહિલાએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. આયશા નામની આ યુવતીએ આપઘાત કરતા પહેલા પોતાનો એક વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ આ શેર કર્યો હતો. વીડિયોમાં તે હસીને કહે છે કે જેટલી પણ જિંદગી મળી સુકુન છે. હવે હું ભગવાનને મળવા માંગે છે. આ ઘટના બાદ રિવરફ્રન્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેનો મૃતદેહ સાબરમતી નદીમાંથી બહાર કાઢ્યો  હતો અને આ કેસ અંગે આગળની તપાસ શરૂ કરી હતી.

તેના પિતાને સંદેશ

આત્મહત્યા કરનારી આ યુવતીનું નામ આયશા છે. તે પરિણીત હતી. તેણે વીડિયોમાં કહ્યું, હેલો, મારું નામ આયશા આરીફ ખાન છે… અને હું જે કરવા જઇ રહી છું, તે મારી મરજીથી કરવા જઈ રહી છું. આમાં કોઈ નું દબાણ નથી, બસ હવે શું કહેવું? સમજો કે ભગવાન દ્વારા એટલી જ જિંદગી આપવામાં આવી હતી અને મને આ જીવન ખૂબ જ સુકુન વાળું લાગ્યું. અને પપ્પા, તમે ક્યાં સુધી લડશો? કેસ પાછો ખેંચો. તેને હું તકલીફ થોડી આપીશ. તેને હું પ્રેમ કરું છું.

આ વિનંતી…

આયેશાએ વીડિયોમાં વધુ કહ્યું, એક વાત હું નિશ્ચિતરૂપે શીખી ગઈ છું, જો મોહબ્બત કરવી હોય તો બંને તરફ કરો,  કારણ કે એક તરફી કંઈ મેળવવાનું નથી. લગ્ન પછી પણ પ્રેમ અધૂરો રહે છે. ઓ પ્યારી સી નદી, મને તારી અંદર સમાવી લે, પીલ્સ જ્યાદા બખેડા મત કરના. આયેશાના આગળના શબ્દો ખુબ જ દર્દ ભરેલા છે, તે કહે છે, મેં હવઓ કી તરહ, હું બસ વહેતી રહેવા માંગુ છું. કોઈ ના માટે નથી અટકવું, હું ખુશી છે કે આજ ના દિવસે, જે પ્રશ્નોના જવાબ માંગતી હતી તે મળી ગયા અને મારે જેને કહેવાનું હતું તેને કહી દીધું. આભાર, મને દુઆઓ માં યાદ રાખજો. ખબર નહીં, સ્વર્ગ મળે કે ન મળે. ચલો અલવિદા.

આયશા અમદાવાદમાં રહેતી હતી અને લિયાકત અલીની પુત્રી હતી. તેના લગ્ન 2018 માં રાજસ્થાનના જલોરમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવ્યો હતો. માતા-પિતાએ પૈસા પણ આપ્યા હતા. પરંતુ આરીફના પરિવારે વધુ દહેજની માંગ કરી હતી. લિયાકત અલીના જણાવ્યા પ્રમાણે, આરીફ અને તેના પરિવારનો ની લાલચ વધતી જતી હતી. તેના પિતાએ પહેલા દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. તેને આયેશાના પિતાના ઘરે છોડી દીધી, જ્યારે તેણે આત્મહત્યા કરવાનું કહ્યું, ત્યારે તેણે કહ્યું કે મરવું હોય તો જઇને મરી જા, મને એક વિડિઓ મોકલી દેજે, એટલે હું જોઈ લઈશ. આયશા આ વાતથી ખૂબ જ દુઃખી થઈ અને અંતે તેણે આત્મહત્યા કરી લીધી.

આઈશાના આત્મહત્યા પર તેના પતિએ એક વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, કોન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ વો ઈમ્પોર્ટન્ટ હૈ. આઈશાના મોત બાદ પણ દુઃખના બે આંસુ વહાવવાને બદલે તેના પતિએ આવું સ્ટેટસ રાખ્યું હતું. લાગી રહ્યું છે કે આઈશાના મોત બાદ તેને કોઈ ફરક નથી પડી રહ્યો.

admin