દેશમાં પહેલીવાર જોવા મળી ‘રોયલ વેડિંગ કાર’, 6 પૈડાંવાળી આ કારમાં છે ઘણી સુવિધાઓ છે, જુઓ તસવીરો..

તમામ સુવિધાઓથી સજ્જ લક્ઝરી કાર તમે ઘણીવાર જોઈ હશે અને બેઠા પણ હશો, પરંતુ તમે ક્યારેય રોયલ વેડિંગ કારની મુસાફરી કરી છે. જો નો કરી હોય, તો હવે આપણા દેશમાં પણ આવી કાર ઉપલબ્ધ છે. હા, ભારતમાં પહેલી વખત ભોપાલના વતની હમીદ ખાને આવી જ શાહી કાર બનાવી છે. પરંતુ તમે આ કારની મજા ત્યારે જ માણી શકો છો, જ્યારે તમે લગ્ન કરશો. કારણ કે આ કાર ફક્ત લગ્ન સમારંભ માટે જ બનાવવામાં આવી છે.
આ કાર બનાવનાર હમીદ ખાને આ કારનું નામ રોયલ વેડિંગ કાર રાખ્યું છે. આ કારમાં વરરાજાને રાજા-મહારાજાઓની જેવી અનુભૂતિ થશે.
તેની સાથે વાતચીત દરમિયાન હમીદ ખાને જણાવ્યું કે વિદેશી દેશોની રોયલ વેડિંગ કાર જોયા પછી આવી કાર બનાવવાનો તેમને વિચાર આવ્યો હતો. જ્યાં તેણે કન્યા અને વરરાજાને શાહી કારમાં આવતા જોયા અને પછી વિચાર્યું કે તે પણ ભારતમાં આવી જ કાર બનાવશે.
સૌથી રસપ્રદ વાત એ છે કે, હમીદે તેની જૂની ફોર્ડ કારને શાહી લુકમાં પરિવર્તિત કરી દીધી છે. હમીદે આ કારની કિંમત અંદાજિત 15 લાખ હોવાનું જણાવ્યું છે. આ કારની અંદર તમને એક રોયલ સોફો જોવા મળશે. તે તમામ પ્રકારનું લક્ઝરી સુવિધાઓથી સજ્જ છે. આ રોયલ કારમાં 6 પૈડાં છે.
ડબલ એર કન્ડીશનર આ કારમાં એક શાનદાર એલઇડી પણ મુકવામાં આવી છે. જેમાં કન્યા અને વરરાજા મનોરંજનની મજા પણ લઇ શકે. આ સિવાય કારની અંદર અને બહાર બંને જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે.
જેથી અંદર બેઠેલાં યુગલો બહારનો નજરો જોઈ શકે. કારનો દરવાજો ફક્ત ડ્રાઇવરની બાજુ પર ખુલે છે. કારનું ઇન્ટિરિયર પણ ખૂબ લક્ઝુરિયસ છે. આ કારનો ઉપયોગ લગ્ન સમારોહમાં વરરાજાના આગમન અને વિદાય બંને સમયે થઈ શકે છે.