આને કહેવાય મહેનત : આંખોની રોશની ચાલી ગઈ છતાં પણ ગરમ તેલમાં રોજ ચિપ્સ બનાવે છે આ વૃધ્ધ વ્યક્તિ, જુઓ વિડીયો

એક કામચોર અને આળસુ વ્યક્તિ પાસે કામ ન કરવાના ઘણા બધા બહાના હોય છે. વળી જે વ્યક્તિ મહેનતુ હોય છે તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કામ કરવાનું નથી છોડતા. હવે નાસિકનાં દ્રષ્ટિહીન વૃદ્ધને જોઈ લો. આ વ્યક્તિ પોતાની આંખોની રોશની ગુમાવી ચુક્યા છે. તેમને કંઈ પણ દેખાતું નથી. પરંતુ તેમ છતાં તે દરરોજ પોતાની દુકાન ખોલે છે અને સંપુર્ણ ઈમાનદારીથી કેળાની ચિપ્સ બનાવે છે. આંખોની રોશની સાથે પણ ગરમ તેલની કડાઈમાં ચિપ્સ બનાવવું ઘણું ખતરનાક હોઈ શકે છે. તેવામાં આ વૃદ્ધ આંખની રોશની વગર આ કામ દરરોજ કરે છે.
આ વૃદ્ધ વ્યક્તિની શોપ નાસિકમાં મખમલાબાદ રોડ પર રસ્તા કિનારે છે. તે ઘણા લાંબા સમયથી કેળાની ચિપ્સનો સ્ટોલ ચલાવી રહ્યો છે. ભટ્ટીની ગરમી અને વરાળમાં સતત કામ કરવાના લીધે તેમની આંખોની રોશની ચાલી ગઈ છે. જોકે તેમ છતાં તેમણે પોતાનું કામ છોડ્યું નહીં. આ વૃદ્ધની કહાનીનો વિડીયો સોશિયલ મીડિયાનાં માધ્યમથી ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર સંસ્કાર ખેમાનીએ શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડથી વધારે વાર જોવાઈ ચુક્યો છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે આંખોની રોશની ચાલી ગઈ હોવા છતાં વૃદ્ધ સંપુર્ણ ધગશની સાથે કેળાની ચિપ્સ બનાવી રહ્યા છે. તે જાતે કેળાની ચિપ્સને કાપે છે અને તેને ગરમ તેલમાં તળે છે. ચિપ્સને તળી લીધા બાદ તેને એક મોટા કન્ટેનરમાં નાખે છે. ત્યારબાદ તેનો એક સહાયક ચિપ્સમાં બધા મસાલા મેળવીને તેને એક પ્લાસ્ટિકની થેલીમાં ભરી દે છે.
દ્રષ્ટિહીન વૃદ્ધની આ સખત મહેનત જોઈ લોકો ઘણા ઈમ્પ્રેસ થઈ રહ્યા છે. દરેક તેમના વખાણ કરી રહ્યું છે. કોઈકે કહ્યું કે ‘અમે વીડિયોમાં તેમનું ખાવાનું બનાવવાને લઈને સમર્પણ અનુભવ કરી શકીએ છે’. વળી યુઝરે એક કહે છે ‘તમે મારું દિલ જીતી લીધું, તમને ઘણું બધું સન્માન’. પછી એક કમેન્ટ આવે છે ‘આ વૃદ્ધ આંખોની રોશની જવા છતાં પણ આ ઉંમરમાં ઘણી મહેનત કરી રહ્યા છે. આપણે યુવાનોએ તેમની પાસે કંઈક શીખવું જોઈએ.’
આ વીડિયોને શેર કરતા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર સંસ્કાર ખેમાણીએ કેપ્શનમાં લખ્યું કે ‘આ વૃદ્ધને સલામ. જો તમે નાસિકમાં કોઈને જાણો છો, તો તેમને આ વૃદ્ધ પાસે કેળાની ચિપ્સ ખરીદવા માટે કહો. આપણે બધા મળીને તેમની આંખોની રોશની પરત લાવવામાં તેમની મદદ કરી શકીએ છે.’
View this post on Instagram
હકીકતમાં આ વિડિયોનાં વાયરલ થયા બાદ વૃદ્ધની આંખોનાં ઈલાજ માટે ફંડિંગ એકત્રિત કરવાની એક ચેન શરૂ થઈ ગઈ છે. અમને આશા છે કે, લોકો વૃદ્ધની મદદ માટે આગળ આવશે અને પછી તેઓ પોતાની આંખોથી જોઈ શકશે. હાલમાં તમે વૃદ્ધનો દિલને સ્પર્શ કરવા વાળો વિડીયો જોઈ લો.
હવે તમને લોકોને આ વૃદ્ધની મહેનત કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂર જણાવો. સાથે જ વીડિયો તે આળસુ અને કામચોર લોકો સાથે શેર કરો, જે કામ ન કરવાનાં બહાનાં શોધતા રહેતા હોય છે.