માનવતાનું ઉત્તમ ઉદાહરણ: આ પોલીસ કર્મીને ખબર પડી કે દીકરીને બ્લડની જરૂર છે તો તરત જ હોસ્પિટલમાં જઈને દીકરીને બ્લડ આપીને તેને નવું જીવનદાન આપ્યું

આપણી પોલીસ હંમેશા આપણી બધી જ રીતે મદદ કરતી હોય છે અને તે વિષે આપણે જાણીએ જ છીએ હાલમાં પણ એક પોલીસ કર્મીએ એવી જ રીતે એક છોકરીની એવી મદદ કરી અને તેમની આ એક મદદથી તેને નવું જીવનદાન મળ્યું છે.
આવા કેટલાક આપણને પણ પ્રેરતી કરે તેવા ઉદાહરણો ઘણી વખતે જોવા મળે જ છે. હાલ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એસએસપી કચેરીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બલરામ યાદવે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે.
તેઓ ફરજ પર હતા અને તે વખતે તેમને એક સમાચાર મળ્યા કે અંજલિ નામની એક છોકરીને સ્વરુપ્રાણી નહેરુ હોસ્પિટલમાં દાખલ કરેલી છે અને તરત જ એક યુનિટ બ્લડની જરૂર છે, આ સમાચાર મળતાની સાથે જ પોલીસ કર્મી તરત જ હોસ્પિટલમાં દોડીને પહોંચી ગયા હતા અને તેઓએ રક્તદાન કરીને એક માનવતાનું કામ કર્યું હતું. અંજલિ BCA માં તેનો અભ્યાસ કરે છે, તે જૌનપુર જિલ્લાના સુજાનગંજની રહેવાસી છે, તેમના પિતા વિજય કુમાર જેઓ રૂરકીની પોસ્ટ ઓફિસમાં તેમની ફરજ બજાવે છે.
અંજલિ તેમની મમ્મી સાથે જે વખતે જૌનપુર ગામમાં આવી અને તે જ વખતે તેની તબિયત બગડી હતી અને તેને સારવાર માટે પ્રયાગરાજની સ્વરૂપાણી નહેરુ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાં તપાસમાં જાણવા મળ્યું કે તેના ફેફસામાં પાણી ભરાયું છે અને તેને પલ્મોનરી મેડિસિન વિભાગના વોર્ડમાં દાખલ કર્યા હતા. પછી એવું જાણવા મળ્યું કે તેમને તરત જ લોહીની પણ જરૂર છે.
આ માહિતી મળતાની સાથે જ બલરામ યાદવે તેમનું બ્લડ આપીને આ દીકરીનો જીવ બચાવ્યો હતો. અહીંયા પ્રયાગરાજના પોલીસ મિત્રના નામથી એક ગ્રુપ હંમેશા આવી રીતે જ લોકોની મદદ કરતું જ રહે છે અને જે કોઈ પણ લોકોને જરૂરિયાત હોય તેવા લોકોની આવી રીતે મદદ પણ કરે છે.