રિક્ષામાં 10 લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયો વ્યક્તી, ઓટો ચાલકે પહેલાથી જ લોન લીધી હતી, તેમ છતાં ઈમાનદારી બતાવીને આ બેગ સાચા માલિકને પરત કરી

રિક્ષામાં 10 લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયો વ્યક્તી, ઓટો ચાલકે પહેલાથી જ લોન લીધી હતી, તેમ છતાં ઈમાનદારી બતાવીને આ બેગ સાચા માલિકને પરત કરી

આપણી આસપાસ એવા ઘણા લોકોજોવા મળે છે જેઓ તેમની ઈમાનદારી હંમેશા માટે નિભાવતા હોય છે. ઘણા એવા લોકો છે જે હંમેશા મોટી મુશ્કેલીઓમાં રહે છે, તેમની આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરતા હોય છે અને તેમના દિવસો પણ પસાર કરતા હોય છે. આજે આપણે એક એવા જ ગરીબ વ્યક્તિ વિષે જણાવી રહ્યા છીએ. જેને પહેલાથી જ લોન લીધેલી હતી તેમ છતાં તેને દસ લાખ રૂપિયાથી ભરેલી બેગ પરત કરી.

આ બેગને તેના સાચા માલિક સુધી પહોંચાડીને એક ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટના હૈદરાબાદ શહેરની છે અહીંયા એક રામુલુ નામનો વ્યક્તિ રહે છે જે એક ઓટો ચલાવીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે મૂળ નાલગોંડા જિલ્લાના દેવરકોંડાનો રહેવાસી છે.

એક દિવસે તે ઓટો ચલાવતો હતો અને તેની ઓટોમાં બે લોકો બેઠા હતા અને તેમની પાસે એક બેગ હતી તેઓ તેમની બેગ ઓટોમાં ભૂલીને જતા રહ્યા અને તેમના સ્ટેશને ઉતરી ગયા હતા. થોડા આગળ જઈને આ ઓટો ચાલકે તેની ઓટોમાં એક બેગ જોઈ અને તેને જોઈને તેમાં જોયું અને તેમાં પૈસા હતા અને તે પણ દસ લાખ રૂપિયા હતા. આ પૈસા જોઈને તે સીધો જ્યાં મુસાફરોને ઉતાર્યા હતા ત્યાં ગયો પણ ત્યાં કોઈ મળ્યું નહિ.

આ ઓટો ચાલકે પહેલાથી જ પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોન લીધેલી છે અને તેમ છતાં આ બેગને લઈને સીધો પોલીસ સ્ટેશનમાં ગયો અને પોલીસને આ બેગ વિષે માહિતી આપી. એ સમયે થયું એવું કે પેલા બંને લોકો એ જ પોલીસ સ્ટેશનમાં જ હતા અને તેમને પણ ચિંતા હતી. ત્યાં જઈને પોલીસની સામે જ આ બંને લોકોને તેમની બેગ પાછી આ રીક્ષા ચાલકે આપી દીધી.

આ ઓટો ચાલકની ઈમાનદારી જોઈને બંને વ્યક્તિ ખુબ જ ખુશ થઇ ગયા અને તેઓએ દસ હજાર રૂપિયા પણ આપ્યા, આજે આ ઓટો ચાલકની ઈમાનદારીની ઘણી વાતો થઇ રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *