આ બીમાર છોકરી પાસે ખુબજ સમય હતો, તેની છેલ્લી ઈચ્છા લગ્ન કરવાની હતી, તો બીમાર મિત્રની છેલ્લી ઈચ્છા પુરી કરવા માટે છોકરીના મિત્ર એજ તેની સાથે લગ્ન કરી લીધા, લગ્નના ૩ દિવસ પછી છોકરીનું મૃત્યુ થઇ જતા આખી હોસ્પિટલ રોઈ પડી..

દરેક લોકોએ આજ સુધી ઘણા પ્રકારના લગ્ન જોયા હશે પણ આજે અમે તમને જે લગ્ન વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. આ લગ્ન કોઈ હોલમાં કે પાર્ટી પ્લોટમાં નહતા થયા.
પણ આ લગ્ન એક હોસ્પિટલમાં થયા હતા. જેને જોઈને દરેક વ્યક્તિ રડવા લાગ્યું હતું. આ લગ્ન હોસ્પિટલમાં દાખલ અને ગંભીર બીમારીથી પીડાઈ રહેલી છોકરીની છેલ્લી ઈચ્છા પુરી કરવા માટે કરવામાં આવ્યા હતા.
આ છોકરીનું નામ નીના હતું અને તે છેલ્લા ૪ વર્ષથી એક ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી અને તેની પાસે હવે ખુબ જ ઓછો સમય હતો. જયારે નીનાને ખબર પડી કે તેને આ ગંભીર બીમારી છે અને હવે તેની પાસે થોડો જ સમય છે. ત્યારે તેને પોતાની ઈચ્છાઓનું લિસ્ટ બનાવ્યું.
જેમાં તેની છેલ્લી ઈચ્છા હતી પોતાના બાળપણના મિત્ર સાથે લગ્ન કરવાની. નીના તેના બાળપણના એક મિત્રને ખુબજ પ્રેમ કરતી હતી પણ તેને કયારેય તેને આ વાતનો ખુલાસો કર્યો ન હતો. પણ જયારે તેને આ ગંભીર બીમારી થઇ ત્યારે તેને પોતાની છેલ્લી ઈચ્છા પુરી કરવા આ વાતનો ખુલાસો કર્યો હતો. નીના ના બાળપણના મિત્ર પણ પોતાની મિત્રની છેલ્લી ઇચ્છ પુરી કરવા માટે તૈયાર થઇ ગયો.
પરિવાર દ્વારા હોસ્પિટલ અને રૂમ સજાવવામાં આવ્યો અને ૩૦ લોકોની હાજરીમાં બંનેના લગ્ન કરવામાં આવ્યા. નીના પોતાની છેલ્લી ઈચ્છા પુરી થવાથી ખુબજ ખુશ હતી અને હવે તેના જીવનની બધીજ ઈચ્છાઓ પુરી થઇ ગઈ હતી.
લગ્નના ૩ જ દિવસ પછી નીનાએ આ દુનિયાને અલ્વિદા કહી દીધું. જયારે આ વાતની જાણ થઇ તો પરિવાર સાથે સાથે આખા હોસ્પિટલ સ્ટાફની આખોમાં પણ આંસુ આવી ગયા હતા.