દિવાળી પર તમારું ઘર રોશન થઈ શકે એટલા માટે સંપુર્ણ ધગશ સાથે માટીના દિવા બનાવી રહેલ છે આ નાનો બાળક, વિડીઓ જોઈને લોકો કરી રહ્યા છે પ્રસંશા

દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે. એવામાં લોકો તેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. દિવાળી પર ઝગમગતી રોશની અને સજાવટ કરવામાં આવે છે. ખાસ કરીને માટીના દિવડાનું પોતાનું અલગ મહત્વ હોય છે. માર્કેટમાં અત્યારથી જ માટીના દિવડા વેચવાની શરૂઆત થઈ ગઈ છે. જે અલગ અલગ રંગ અને સ્ટાઇલમાં બનાવેલા હોય છે. અમુક લોકો મેટલના દિવા પણ પ્રગટાવે છે. પરંતુ માટીના દિવાની વાત જ કંઇક અલગ હોય છે. જ્યારે તમે આ માટીના દિવડા ને ખરીદો છો તો ઘણા ગરીબ લોકોનું પેટ ભરાય છે.
નાના બાળકે બનાવ્યા શાનદાર માટીના દિવા
સામાન્ય રીતે આપણે બધાએ કુંભારને ચાક ફેરવીને માટીના દિવા બનાવતા જોયા હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક નાના બાળકમાં પણ આ આવડત ઠાંસી-ઠાંસીને ભરેલી છે. હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર માટીના દિવા બનાવનાર એક બાળકનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે આ બાળક સંપુર્ણ ધગશની સાથે ખુબ જ સારી રીતે માટીના દિવા બનાવી રહ્યો છે.
બાળકની આવડત જોઈને લોકો થયા ખુશ
બાળકની દિવા બનાવવાની આવડત જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ બાળકની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. દિવ ની ગુણવત્તા અને સુંદરતા જોઇને અંદાજો લગાવી શકાય છે કે બાળક આ કળામાં કેટલો હોશિયાર છે. સૌથી સારી વાત એ છે કે બાળક આ કામ શોખ અને ધગશની સાથે કરી રહ્યો છે. આ વીડિયોના અંતમાં તે પોતાના કામની સાથે સાથે એક ગીત પણ ગાઇ રહેલો જોવા મળે છે.
બાળકની આ આવડતને જોઈને લોકો લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, ‘આ એક ગરીબ નું પેટ છે સાહેબ, ભુખ કંઈ પણ કરાવી શકે છે. બસ બધા લોકોએ આ ગરીબ બાળકોનું ધ્યાન રાખવાનું છે.’ વળી અન્ય એક યુઝર લખે છે કે, ‘હવેથી માટીના દિવા જ લેવા છે. અન્ય કોઈ દિવા હવે લેવા નથી.’ ત્યારબાદ એક વ્યક્તિ કહે છે કે, ‘દિવાળી પર કૃપા કરીને માટીના દિવા ખરીદો. તેનાથી ઘણા ગરીબોની રોજી-રોટી ચાલે.’
IPS રૂપિન શર્મા થયા ઈમ્પ્રેસ
#दीपावली पर मुझे #याद रखना…🌹🌹🌹😃
Pls remember him this #Deepavali..@hvgoenka @RoflGandhi_ @Cryptic_Miind @vijaita @suhasinih pic.twitter.com/UTTPLPJfDN
— Rupin Sharma IPS (@rupin1992) October 17, 2021
માટીના દિવા બનાવતા બાળકનો આ વિડીયો આઇપીએસ રૂપિન શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરેલ છે. તેમણે બાળકનો વિડીયો પોસ્ટ કરીને કેપ્શન માં લખ્યું છે કે, ‘દિવાળી પર મને યાદ રાખજો.’ તેની સાથે જ આઇપીએસ દ્વારા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે કે મહેરબાની કરીને દિવાળી પર આ બાળકને યાદ રાખજો. તેની સાથે જ તેમણે ગુલાબ અને સ્માઇલ વાળી ઇમોજી પણ બનાવી છે.
તમને લોકોને આ બાળકની આવડત કેવી લાગી, અમને જરૂરથી જણાવશો. સાથો સાથ દિવાળી પર માટીના બનેલા દિવા ખરીદવાનું ભુલતા નહીં.