એક ભિખારીની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું, આટલી ભીડ તમે કોઈ સેલિબ્રિટીની અંતિમ યાત્રામાં પણ નહીં જોઈ હોય, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

એક ભિખારીની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું, આટલી ભીડ તમે કોઈ સેલિબ્રિટીની અંતિમ યાત્રામાં પણ નહીં જોઈ હોય, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

તમે ઘણી વખત કોઈ નેતા, અભિનેતા અથવા કોઈ મોટા હસ્તીઓની અંતિમ યાત્રામાં હજારો તથા લાખો લોકોની ભીડ જરૂર જોઈ હશે. પરંતુ કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક ભિખારીની અંતિમયાત્રા ચારોતરફ ચર્ચાનો વિષય બનેલી છે. હકીકતમાં વિજયનગર જિલ્લાના હડગલી માં એક ભિખારી નું નિધન થઈ ગયું હતું. તેની અંતિમ યાત્રામાં સેંકડો લોકો સામેલ થયા હતા અને હજારો લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

જી હાં, ભીખ માંગીને પોતાનું જીવન પસાર કરનારા વ્યક્તિને અંતિમ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. જેને જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા. અગત્યની વાત એ છે કે આ ભીડ કોઈ લાલચ દઈને બોલાવવામાં આવી ન હતી અને કોઈના ડરને લીધે પણ આ લોકો એકઠા થયા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે દુનિયા છોડી જનારા ભિખારી એ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. જેના લીધે લોકો તેની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.

12 નવેમ્બરના રોજ 45 વર્ષનાં માનસિક રૂપથી વિક્ષિપ્ત ભિખારી બસવા ઉર્ફે ‘હુચા બસ્યા’ નું દુર્ઘટનામાં નિધન થઈ ગયું હતું. રિપોર્ટનું માનવામાં આવે તો બસવા ને બસે ટક્કર મારી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધેલ. અંતિમ યાત્રા દરમિયાન આખા શહેરમાં જુલુસ નીકળ્યું હતું. સાથોસાથ મુખ્ય રસ્તા ઉપર અંતિમ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેવામાં દરેક લોકો આશ્ચર્યચકિત છે કે આખરે એક ભિખારીનાં નિધન પર આટલા લોકો કેવી રીતે ઉમટી પડ્યા.

બસવા ભીખમાં ફક્ત 1 રૂપિયો જ લેતો હતો અને તેના બદલામાં કરોડોની દુઆ દેતો હતો. એટલું જ નહીં લોકોનું કહેવું છે કે લોકો તેને હાથ જોડીને આગ્રહ કરતા હતા અને પોતાના ઘરે ભીખ લેવા માટે બોલાવતા હતા. લોકોનું માનવું હતું કે બસવા જો કોઈ શેરીમાંથી પસાર થાય છે, તો તે શેરીમાં રહેતા લોકોની કિસ્મત ચમકી જાય છે.

એટલું જ નહીં પરંતુ આ ભિખારીને લોકો પોતાના માટે ગુડલક માનતા હતા. 45 વર્ષનાં બસવા એ ક્યારેય પણ 1 રૂપિયાથી વધારેની માંગણી કરી નથી અને એજ કારણ છે કે તેણે પોતાના આ અંદાજથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી હતી.

એટલું જ નહીં બસવા પુર્વ મુખ્યમંત્રી દિવંગત સાંસદ પ્રકાશ અને પુર્વ મંત્રી પરમેશ્વર નાઇક ને પણ ઓળખતો હતો અને રાજકારણ વિશે પણ પોતાના વિચાર વ્યક્ત કરતો હતો. જ્યારે લોકોને બસવાના નિધનનાં સમાચાર મળ્યા તો દરેક લોકોને ખુબ જ ઝટકો લાગ્યો હતો. વળી સોશિયલ મીડિયા ઉપર પણ લોકો તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *