ચૂંદડીવાળા માતાજી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જેનુ રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી

ચૂંદડીવાળા માતાજી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જેનુ રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી

એક વર્ષ પહેલાં ગુજરાત સહિત દુનિયાભરમાં પ્રખ્યાત થયેલા ‘ચૂંદડીવાળા માતાજી’નું નિધન થયું હતું. ધૂંરધર વૈજ્ઞાનિકો જેનો કોયડો ન ઉકેલી શક્યા એ ‘ચૂંદડીવાળા માતાજી’એ વર્ષ પહેલા માણસાના ચરાડા ખાતે દેહત્યાગ કર્યો.

ત્યાર પછી અંબાજી ખાતે તેમને સમાધિ આપવામાં આવી હતી. હવે ‘ચૂંદડીવાળા માતાજી’ના 93માં જન્મદિવસ પર તેમના સમાધિ પર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યા હતા. ચૂંદડીવાળા માતાજી ની આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દ્વારા કરવામાં આવી છે.

સમાધિ સ્થળે કરવામાં આવેલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા 86 વર્ષથી અન્ન અને જળ વગર જીવતાં ‘ચૂંદડીવાળા માતાજી’ 91 વર્ષની વયે ગયા વર્ષે દેવલોક પામ્યા હતા. ચુંદડીવાળા માતાજીનો જન્મ 13 ઓગષ્ટ 1919ના રોજ માણસા તાલુકાનાં ચરાડા ગામે થતો હતો.

તેમનું સાચું નામ પ્રહલાદભાઈ મગનભાઈ જાની હતું. તેઓ અંબાજી માતાના પરમ ભક્ત હતા. એવું કહેવાય છે કે તેમના પર માતા આંબાના આશીર્વાદ હતા. તેઓ બાર વર્ષના હતા ત્યારથી દેવલોક પામ્યા ત્યાં સુધી એક અન્નનો દાણો પણ ખાધો નહોતો.

પ્રહલાદભાઈ બાળપણથી જ ધાર્મિક સ્વભાવના હતા. તેમને નાનપણમાં એવા ઘણા ચમત્કાર થયા કે તેઓ માત્ર સાત વર્ષની ઉંમરમાં અંબાજી માંના ભક્ત બની ગયા હતા. સાત વર્ષની ઉંમરમાં માતાજીની ભક્તિ કરવા કાયમ માટે ઘર છોડીને જંગલમાં જતા રહ્યા હતા. ચુંદડીવાળા માતાજીને આજ સુધી ક્યારેય પણ ભૂખ લાગી નહોતી.

તેઓ કહેતાં હતા કે માતા દુર્ગાએ મને વરદાન આપ્યું હોવાથી મને ક્યારેય ભૂખ કે તરસ લાગતી નથી. તેઓએ કહ્યું હતું કે જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે ત્રણ કુંવારિકાઓ મારી પાસે આવીને મારી જીભ પર આંગળી મૂકી ને મને વરદાન આપ્યું હતું. ત્યાર પછી મને ક્યારેય ભૂખ લાગી નથી. એટલું જ નહીં તેમણે આજ સુધી જૈવિક ક્રિયા પણ અટકાવી રાખી હતી. તેઓ ફક્ત શ્વાસ લઈને જ જીવી રહ્યા હતા.

પ્રહલાદભાઈ જાનીને દરેક લોકો માતાજી તરીકે ઓળખતા હતા. આમ તો તે સંત જીવન જીવતા હતા. પોતે પુરુષ હોવા છ્તા લાલ રંગનીસાડી, કપાળે લાલ ચાંદલો અને આભૂષણો પહેરતા હતા. એટલે તેમનો દેખાવ ન પુરુષ કે ન સ્ત્રી જેવો કહી શકાય, પણ બાહ્ર રીતે મહિલા જેવા દેખાવના કારણ લોકો તેમને ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખતા હતા.

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના પ્રખ્યાત ડોક્ટર સુધીરભાઇ શાહ અને એમના સહાયક ડોક્ટોર ની ટીમે વર્ષ 2003માં સાત દિવસ સુધી એક રૂમમાં ચુંદડીવાળા માતાજીને રાખ્યા હતા. રૂમમાં સીસીટીવી કેમેરા અને વીડિયો રિપોર્ડિં પણ મૂક્યા હતા. ડોક્ટોરની ટીમે જુદા-જુડા શારીરિક ટેસ્ટ કરી પ્રયોગો કર્યા હતા.

તબીબોએ પણ કાન પકડી લીધા હતા. ત્યાર પછી વર્ષ 2010માં 22 એપ્રિલથી 6 મે સુધી 35 જેટલા સંશોધકોએ ચુંદડીવાળા માતાજી પર સંશોધન કર્યું હતું. આ સંશોધકોમાં ‘ઈન્ડિયન ડિફેન્સ ઈન્સ્ટિયૂટ ઑફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સિઝ’ (IDIPAS)ના ડોક્ટરો પણ સામેલ થયા હતા. દરેક લોકો ચુંદડીવાળા માતાજીના દાવાને નકારી શક્યા નહોતા.

admin