મળો ભારતની પહેલી મહિલા ટ્રક મિકેનિક શાંતિ દેવીને, ચૂડી પહેરીને ચલાવે છે હથોડીઓ..

મળો ભારતની પહેલી મહિલા ટ્રક મિકેનિક શાંતિ દેવીને, ચૂડી પહેરીને ચલાવે છે હથોડીઓ..

55 વર્ષીય શાંતિ દેવી એ વાતનું ઉદાહરણ છે કે પુરુષ અને મહિલાના આધારે કામને વિભાજિત કરી શકાતું નથી. જો તમને જુસ્સો હોય તો મહિલા કોઈપણ કામ કરી શકે છે.

દિલ્હીની હદમાં નેશનલ હાઇવે 4 પર સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર ડેપો છે. જ્યાં ટ્રકોના સમારકામ માટે અનેક વર્કશોપ આવેલા છે. આમાંના એક વર્કશોપમાં તમે શાંતિ દેવીને ટ્રક રિપેર કરતા જોશો. શાંતિ દેવીને ભારતની પ્રથમ મહિલા ટ્રક મિકેનિક માનવામાં આવે છે.

ગુરુવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ટ્રક મિકેનિક શાંતિ દેવી વિશે ટ્વિટ કરીને તેમની પ્રશંસા કરી હતી.

હરસિમરત કૌરે લખ્યું, ‘આપણે બધાએ સાંભળવાનું ચાલુ રાખ્યું છે કે મહિલાએ શું કામ કરવું જોઈએ, પરંતુ 55 વર્ષીય શાંતિ દેવીએ આ તમામ બાબતોને તેના કામમાં ખોટી સાબિત કરી છે. તે ટ્રક મિકેનિક છે. જાતીય ભેદભાવ સામે લડવા માટે આપણને શાંતિ દેવી જેવી અન્ય હિંમતવાન મહિલાઓની જરૂર છે.

પુરુષો દ્વારા વર્ચસ્વ ધરાવતા ક્ષેત્રમાંછે એક મહિલા

ટ્રક ચલાવવાનું અને રિપેર કરવાનું કામ પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. તેથી શાંતિ દેવીએ આ ક્ષેત્રમાં મહિલા તરીકે કામ કરીને અદભૂત હિંમત અને જુસ્સો દર્શાવ્યો.

શાંતિ દેવી કહે છે કે પહેલા તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ ધીમે ધીમે લોકો તેના કામની પ્રશંસા કરવા લાગ્યા. શાંતિ દેવી પોતાના વર્કશોપમાં આખો દિવસ ટ્રક ઠીક કરવાના કામમાં વ્યસ્ત છે. આ કામમાં તેના બીજા પતિ રામ બહાદુર સહયોગ આપે છે.

શાંતિ દેવીને ટ્રકને ઠીક કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત છે. શાંતિ દેવી અહેવાલોમાં પોતાના વિશેના સમાચાર વાંચીને ખુશ છે અને તે કહે છે કે આ કારણે તેને ઓળખ મળી છે. તેઓ કહે છે કે મહિલાઓ જે ઈચ્છે તે કરી શકે છે.

શાંતિ દેવીએ તેના લગ્ન માટે પૈસા ભેગા કર્યા

મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી શાંતિ દેવીએ તેના જીવન વિશે જણાવ્યું કે તેના માતા -પિતા ખૂબ જ ગરીબ હતા. પરિવારને ચલાવવા માટે તેની માતાએ ખૂબ મહેનત કરી હતી. શાંતિ દેવીએ સિલાઈ કામ અને બીડી બનાવવાનું પણ શરૂ કર્યું. તેણે 4,500 રૂપિયા જમા કરાવ્યા અને લગ્ન કર્યા અને પતિ સાથે બહાર નીકળી.

શાંતિ દેવીના પહેલા પતિ કઈ કામ કરતા ન હતું. તેણીએ આ વિશે જણાવ્યું હતું કે તે જે પણ કમાતી હતી તેનો પતિ દારૂ પીતી વખતે તેને ઉડાડી દેતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તે સમય ઘર ચલાવવું ખુબ મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં તે 45 વર્ષ પહેલા તેના પરિવાર સાથે કામની શોધમાં દિલ્હી આવી હતી. અગાઉ તે આ ડેપોમાં ચાની દુકાન ચલાવતી હતી.

20 વર્ષથી કરી રહ્યા છે ટ્રકનું સમારકામ

ખૂબ દારૂ પીવાને કારણે શાંતિ દેવીના પહેલા પતિનું નિધન થયું. તેણીએ રામ બહાદુર સાથે બીજા લગ્ન કર્યા. ડેપોમાં શાંતિ દેવીને ચાની દુકાન કરતાં ઓછી કમાણી થતી હતી.

પછી વધુ કમાણી માટે ટ્રક રિપેર કરવાનું શીખ્યા. તેને આ કામમાં તેના પતિ તરફથી ઘણી મદદ મળી હતી. તે કહે છે કે તે તેના પતિ સાથે એક ટીમ તરીકે કામ કરે છે.

આજે શાંતિ દેવી તેના પતિ સાથે ડેપોમાં 20 થી વધુ વર્ષોથી ટ્રક રિપેર કરવાનું કામ કરી રહી છે. પતિ રામ બહાદુરને શાંતિ દેવી પર ગર્વ છે. તે કહે છે કે આજે તેની પત્નીની કમાણીને કારણે તેની પાસે પોતાનું ઘર છે. બાળકો વાંચી અને લખી શક્યા છે અને તેના લગ્ન થઈ ગયા.

admin