ફિલ્મોમાં આવતા પહેલા દુકાનમાં કચરા પોતા કરતી હતી શાહરુખની ફિલ્મ અભિનેત્રી ‘માહિરા ખાન’, કંઈક આવી છે તેમની કહાની

શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ રિલીઝ થઈ ગઈ છે અને બોક્સ ઓફિસ પર ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. ફિલ્મનું કલેક્શન 120 કરોડની આસપાસ રહ્યું છે. આ ફિલ્મમાં જ્યાં કિંગ ખાન વર્ષો પછી નેગેટિવ પાત્રમાં જોવા મળ્યો છે, ત્યાં આ ફિલ્મ દ્વારા પાકિસ્તાનની ટોચની અભિનેત્રી માહિરા ખાને પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. માહિરા ખાન પહેલી પાકિસ્તાની અભિનેત્રી છે. જેને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક મળી હતી.
બધા જાણે છે કે માહિરા ખાન પાકિસ્તાનની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે. પાકિસ્તાનમાં માહિરાના ઘણા ચાહકો છે પરંતુ શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરવી તેના માટે ચોક્કસપણે મોટી વાત છે. માહિરા હું શું, કિંગ ખાન સાથે કામ કરવું બોલીવુડની સુંદરીઓ માટે પણ નસીબની બાબત માનવામાં આવે છે. માહિરા ખાન માટે આ રસ્તો સરળ ન હતો જેને ભારતમાં દરેક વ્યક્તિ આજે ઓળખવા લાગી છે. માહિરાએ આ પદ પ્રાપ્ત કરતા પહેલા ખૂબ મહેનત કરી છે.
આવો જાણીએ માહિરાના જીવન વિશેની વધુ વાતો. માહિરાનો જન્મ 21 ડિસેમ્બર 1984ના રોજ કરાચીમાં થયો હતો. માહિરાના પિતા હાફિઝ ખાનનો જન્મ ભારતના દિલ્હીમાં થયો હતો, પરંતુ ભાગલા પછી તેઓ પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગયા હતા.
માહિરાએ કરાચી પાકિસ્તાનમાં ફાઉન્ડેશન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો અને 17 વર્ષની ઉંમરે તે ઉચ્ચ શિક્ષણ માટે કેલિફોર્નિયા, યુએસ ગઈ.
અમેરિકામાં અભ્યાસ દરમિયાન માહિરાએ પૈસા માટે ઘણી નાની વસ્તુઓ કરી હતી. તે એક હોટલમાં વેઈટ્રેસ તરીકે પણ કામ કર્યું હતું.
વર્ષ 2006 માં માહિરા અમેરિકામાં અલી અસ્કરીને મળી હતી. એક વર્ષ પછી, માહિરા તેના પરિવારની વિરુદ્ધ ગઈ અને અલી સાથે લગ્ન કર્યા.
8 વર્ષ સાથે રહ્યા બાદ માહિરા અને તેના પતિએ 2015માં છૂટાછેડા લીધા હતા. બંનેને એક દીકરો છે જે માહિરા સાથે રહે છે.
માહિરાએ 2006માં વિડિયોજૉકી તરીકે પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. તે એમટીવી પાકિસ્તાન શો માટે કામ કરતી હતી.
માહિરાને 2011 માં ફિલ્મ ‘બોલ’ દ્વારા પ્રથમ ફિલ્મ બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.