પોતાના કોલેજની ફી ભરવા માટે રોડ ઉપર ઉભા રહીને યુવક ગાઈ રહ્યો હતો ગીત, જોઈને હૃતિક રોશન પણ બન્યા તેના ફેન, જુઓ વીડિયો..

પોતાના કોલેજની ફી ભરવા માટે રોડ ઉપર ઉભા રહીને યુવક ગાઈ રહ્યો હતો ગીત, જોઈને હૃતિક રોશન પણ બન્યા તેના ફેન, જુઓ વીડિયો..

દરેક લોકોના સપના ખુબ ઊંચા હોય છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ જોઈને તે પોતાના સપનાને દબાવી પણ દેતા હોય છે, તો ઘણા લોકો મહેનત મજૂરી કરીને પણ તેમના સપના પુરા કરવાના પ્રયત્નો કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પોતાની કોલેજની ફી ભરવા માટે રોડ ઉપર ઉભો રહીને ગીત ગાઈ રહ્યો છે.

આ વ્યક્તિ રસ્તા પાસે ઉભો રહીને 1990માં આવેલી ફિલ્મ ‘જુર્મ’ની ગીત ‘જબ કોઈ બાત બિગડ જાએ’ ગાઈ રહ્યો છે, તેનો વીડિયો એટલો બધો વાયરલ થઇ ગયો છે કે તેની પ્રસંશા બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન અને કૃણાલ કપૂર સહીત ઘણા લોકો કરી રહ્યા છે. આ વિડ્યોને ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો.

2.10 મિનિટની આ ક્લિપમાં ગીત ગાઈ રહેલા યુવકની ઓળખ શકીલના રૂપમાં થઇ છે. તે ગિટાર વગાડતા વગાડતા ગીત ગાતો જોવા મળી રહ્યો છે અને તેની આસપાસ ઘણા લોકો ટોળું વળીને પણ ઉભેલા જોઈ શકાય છે. શકીલની બાજુમાં એક સાઈન બોર્ડ મૂકેલું દેખાય છે.

આ સાઈનબોર્ડ ઉપર ઘણા ઓનલાઇન ચુકવણી પ્લેટફોર્મ સાથે સાથે શકીલની મદદ કરનારા કોઈ પણ વ્યક્તિ માટે QR કોડ પણ રાખવામાં આવ્યો છે. આ સાઈન બોર્ડ ઉપર મેસેજ પણ લખવામાં આવ્યો છે કે, ‘તમારા યોગદાન માટે આભાર. આ મારુ સંગીત વિદ્યાલયની ફીની ચુકવણી માટે છે.’

અભિનેતા કૃણાલ કપૂરે આ વીડિયોને શેર કર્યો છે અને લોકોને શકીલનું સમર્થન કરવા માટે અપીલ કરી છે. કૃણાલે લખ્યું છે, ‘બહુ જ સરસ, તમે જ્યાં પણ હોવ ત્યાંથી આ ખૂબ જ પ્રતિભાશાળી અને નવીન સંગીતકારનું સમર્થન કરી શકો છો. UPIઅને ટેકનોલોજીની શક્તિથ.’ આ પોસ્ટને હૃતિક રોશને પણ રીટ્વીટ કરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *