અમદાવાદમાં જોતજોતાંમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો ને માતા તથા બે માસૂમ દટાયાં, બે લોકોનું કરુણ મોત

અમદાવાદમાં જોતજોતાંમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો ને માતા તથા બે માસૂમ દટાયાં, બે લોકોનું કરુણ મોત

અમદાવાદ શહેરમાં રિલીફ રોડ પાસે આવેલી કડિયા કુઈ પાસે રાજા બિલ્ડિંગમાં અચાનક જૂના બિલ્ડિંગનો સ્લેબ પડ્યો હતો, આ સ્લેબ પડવાથી મકાનમાંરહેલા બે માસુમ દીકરીઓ અને એક માતા દટાઈ ગયાં હતાં. લોકોને ખબર પડી કે કોઈ દટાયું ગયું છે તરત જ ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી અને લોકોએ તમામને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો. લોકો ખુબ જ ઝડપથી એક-એક પથ્થર હટાવી રહ્યા હતા. જેમાં પહેલા બે બાળકી નીકળી હતી ત્યાર બાદ એક માતા બહાર નીકળી હતી. આ સ્લેબ પડતા એક દીકરી અને માતાનાં કરુણ મોત નીપજ્યાં હતાં. જયારે એક 13 વર્ષની દીકરીની હાલત ખુબ જ ગંભીર હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના ખુબ જ ભયંકર હતી.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યા હતો. એમાં દેખાતાં દૃશ્યોમાં સ્લેબ પડ્યો ત્યારે માતા-દીકરીઓ દબાયેલાં હતાં. આ વિસ્તારમાં નાની સાંકડી ગલી હોવાથી રેસ્ક્યૂ માટે ખૂબ ઓછી જગ્યા હતી. લોકો એક-એક પથ્થર હટાવવા માટેના પ્રયાસો કકરી રહ્યા હતા. જયારે બીજી તરફ 3 નિર્દોષના જીવ અંદર દબાયેલા રહી ગયા.

આ ઘટનમાં લોકોને શું કરવું એ કઈ જ ખબર પડતી ન હતી, પણ બધા જલ્દી કઈ કરો એવી બૂમો પાડતા હતા. લોકો ઝડપથી દબાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા હતા. પણ કોણ ક્યાં છે, કેટલા નીચે દબાયેલા છે, કઈ જ ખબર ન હતી. આ બધાની વચ્ચે પહેલા એક માસૂમ બાળકી બહાર આવી હતી. તેને બચાવવા માટે એક વ્યક્તિ તેને ઊંચકીને દોડે છે. ત્યાર બાદ બીજી બાળકી અને ત્યાર બાદ માતાને બહાર કઢાઈ હતી. આ હ્રદયદ્રાવક ઘટનામાં એક દીકરી અને માતાનાં મોત થયાં છે.

આ ઘટનમાં જમાલપુર રાજ હોસ્પિટલ પાસેના શાલિન ફલેટમાં રહેતાં નાઝિયાબાનુ શેખ સાંજ ના સમયે દીકરી જોહરા અને આખ્તાબાનુ સાથે રિલીફ રોડ કડિયાકૂઈ ચાર રસ્તા પાસેથી સોદાગરની પોળ તરફ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન રોડ પરની 3 માળની જર્જરિત મકાનની બાલ્કની નાઝિયાબાનુ અને તેમની દીકરી પર પડી હતી.

હોસ્પિટલમાં નાઝિયાબાનુ અને આખ્તાબાનુ ના કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે જોહરાની હાલત હાલમાં ખુબ જ ગંભીર છે. જે મકાનની બાલ્કની ધરાશાયી થઇ એ મકાન રજબ મંસૂરી નું હતું અને ત્યાં તેઓ અને તેમનાં પત્ની હલીમાબહેન રહેતાં હતાં. બાલ્કની પડી ત્યારે હલીમાબહેન ઘરમાં જ હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ તેમને ખુબ જ મહેનતથી હેમખેમ નીચે ઉતાર્યાં હતાં.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *