સોનાક્ષી સિન્હાની ભાભી ગ્લેમરસ અને સ્ટાઇલિશમાં તેના કરતાં પણ છે આગળ, તસ્વીરો જોઈને નજર હટાવી શકશો નહીં

બોલીવુડ દુનિયાની સૌથી ચુલબુલી અને દબંગ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ખુબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહેલ છે. તેની સુંદરતા અને એક્ટિંગ પર લાખો લોકો ફિદા છે. એટલું જ નહીં પરંતુ તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ આતુર રહેતા હોય છે.
વાત જો સોનાક્ષી સિંહાનાં મિત્રની કરવામાં આવે તો તેની ભાભી તરૂણા તેની સૌથી સારી મિત્ર છે. બંને એકબીજા સાથે ખુબ જ ખાસ બોન્ડિંગ ધરાવે છે. વળી દરેક સંબંધ ખુબ જ ખાસ હોય છે. પરંતુ જ્યારે વાત નણંદ અને ભાભીની આવે છે તો તેમની જુગલબંધી આગળ બધા જ ફેલ થઈ જાય છે. નણંદ-ભાભીનો સંબંધ ખાટી મીઠી તકરાર થી ભરેલો હોય છે. જે સમગ્ર ઘરમાં ખુશીઓ લઈ આવે છે. આજની આ પોસ્ટમાં અમે તમને સોનાક્ષી સિંહાની ભાભી વિશે જણાવીશું.
લાઈમલાઈટ થી દુર રહેવાનું કહે છે પસંદ
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાની ભાભી તરૂણા અગ્રવાલ છે. જેમની સાથે સોનાક્ષી નો એક ખાસ સંબંધ છે અને બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે. અહેવાલો અનુસાર તરૂણાને લાઈમલાઈટમાં આવવું બિલકુલ પસંદ નથી, એટલા માટે તે કેમેરાથી અંતર બનાવી રાખે છે. કદાચ એજ કારણ છે કે અત્યાર સુધીમાં ખુબ જ ઓછા લોકોએ તેને જોયેલ છે. સોનાક્ષી પોતાની ભાભીની સાથે બહેનની જેમ રહે છે અને તેની ખુબ કાળજી પણ રાખે છે.
NRI પરિવાર સાથે સંબંધ
સોનાક્ષી સિન્હાના ભાઈ કુશનાં લગ્ન 28 જાન્યુઆરી 2015 નાં રોજ તરુણ અગ્રવાલ સાથે થયા હતા. તરૂણા હકીકતમાં લંડનમાં એક મોટા NRI પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સોનાક્ષી પોતાના ભાઈઓને ખુબ જ નજીક છે, એટલા માટે જ્યારે તેના ભાઈ કુશનાં લગ્ન તરૂણા સાથે થવાના હતા, તો સૌથી વધારે તે ઉત્સાહિત હતી. લગ્નની અમુક તસ્વીરો સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે ખુબ જ વાયરલ થઈ હતી.
લગ્નમાં આવ્યા હતા નરેન્દ્ર મોદી
મહત્વનું છે કે શત્રુઘ્નસિંહા બોલીવુડનાં દિગ્ગજ અભિનેતા છે. વળી તેમના દીકરા કુશનાં લગ્નમાં મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તેમાં અભિનેતાઓથી લઈને રાજકીય નેતાઓ પણ સામેલ હતા. પરંતુ સૌથી વધારે આ લગ્ન ચર્ચામાં રહેવાનું કારણ નરેન્દ્ર મોદી હતા. મોદીજી આ લગ્ન દરમિયાન બંને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. તે સિવાય પુનમ ઢિલ્લોન, અમિતાભ બચ્ચન, હેમા માલીની, જયા બચ્ચન, ટીના અંબાણી વગેરે જેવા ઘણા મોટા સિતારાઓ આ લગ્નનો હિસ્સો બન્યા હતા.
ગ્લેમરસ માં સૌથી આગળ
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાની ભાભી ગ્લેમરસની બાબતમાં મોટી-મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. તેનો લુક ઘણા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. સોનાક્ષીનું હંમેશા પોતાની ભાભી સાથે ખાસ બોન્ડિંગ રહેલું છે. આ વાતની સાબિતી એવી પણ છે કે જ્યારે તરૂણા અગ્રવાલ નો જન્મદિવસ આવે છે, ત્યારે સોનાક્ષી તેને અલગ રીતે વિશ જરૂરથી કરે છે. જેથી તે પોતાની ભાભીનો આ દિવસ વધારે સ્પેશિયલ બનાવી શકે.
સોનાક્ષી સિંહાની વાત કરીએ તો તેમણે વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ‘મેરા દિલ લે કે દેખો’ તે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે તેને સાચી ઓળખ 2010 માં આવેલી સલમાન ખાનની ફિલ્મ દબંગ થી મળી હતી. હાલના દિવસોમાં સોનાક્ષી પોતાના ડિજિટલ ડેબ્યુને લઈને ખુબ જ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ખુબ જ જલ્દી એક વેબ સીરીઝ માં જોવા મળશે.