જો તમે પણ એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરી રહ્યા છો ભોજન તો થઇ જાવ સાવધાન, આ ગંભીર બીમારીઓને આપી રહ્યા છો આમંત્રણ

જો તમે પણ એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરી રહ્યા છો ભોજન તો થઇ જાવ સાવધાન, આ ગંભીર બીમારીઓને આપી રહ્યા છો આમંત્રણ

આજના સમયમાં ખાવાની ચીજોને એલ્યુમિનિયમ ફોઇલ, પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિકનાં ડબ્બામાં પેક કરવી આપણી આદત બની ચુકી છે. અમુક હદમાં તો તે ટ્રેન્ડ બની ચુકેલ છે. પરંતુ કોઈ પણ ચીજના  ફાયદા અને નુકસાન જાણ્યા વગર તેની આદત પાડવી ભારે નુકસાન પહોંચાડી શકે છે. એલ્યુમિનિયમ ફોઈલમાં ભોજન રાખવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે.

ન્યુટ્રીશીયન અને એક્સરસાઇઝ સાયન્સ એક્સપર્ટ ઋજુતા દિવેકરે પોતાના ફેસબુક વીડિયોમાં આ વિષય સાથે જોડાયેલ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. પ્લાસ્ટિક ને બદલે સ્ટીલ, માટી, કાસા અથવા તાંબાની બોટલનો ઉપયોગ કરવા માટે જણાવામાં આવ્યું છે. ભોજન ખુબ જ મહેનતથી બનાવવામાં આવે છે. સાથોસાથ ઘરનું ભોજન પોષક તત્વોથી ભરપુર હોય છે. તમે કોઈ પણ રીતે એવું ઇચ્છતા નહીં કે તેને એવી ચીજોમાં પેક કરવામાં આવે, જે કોઈ પણ રીતે શરીરને નુકસાન પહોંચાડતી હોય.

જ્યારે ભોજન ની ચીજો તે મટિરિયલના સંપર્કમાં આવે છે, જેમાં તેને પેક કરવામાં આવે છે તો તે મટીરીયલની ક્વોલિટી ભોજનમાં આવવા લાગે છે. ખાસ કરીને આપણે જ્યારે ગરમ ભોજન પેક કરીએ છીએ ત્યારે તે વધારે અસર કરે છે. જ્યારે આપણે ભોજનની ચીજો પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરીએ છીએ તો તેનાં નુકશાન પહોંચાડનાર કેમિકલ ભોજનમાં મિક્સ થઈ જાય છે. પ્લાસ્ટિકમાંથી જીનો એસ્ટ્રોજન નામનું ખતરનાક રસાયણ નીકળે છે, જેનાથી હોર્મોનલ ગરબડી ઉભી થાય છે. ખાસ કરીને તમને જણાવી દઈએ બાળકોનાં વિકાસમાં અડચણ ઊભી થતી હોય છે.

તમે વિચારી રહ્યા હશો કે પ્લાસ્ટિકની અમુક ચીજો છે, જેનો ઉપયોગ આપણે બાળપણથી કરતા આવી રહ્યા છીએ. જેમકે ટિફિન, બોટલ અને રસોડામાં ઉપયોગ થનાર બાકી વાસણ, પરંતુ તમને જણાવી દઈએ કે સુરક્ષિત પ્લાસ્ટિક જેવી કોઈ ચીજ હોતી નથી. એટલું જ નહીં ફુડ પેકેજીંગ માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ સીધું તમને નુકસાન પહોંચાડી રહ્યો છે.

લગભગ આજના સમયમાં દરેકના કિચનમાં એલ્યુમિનિયમ ફોઈલ મળી આવે છે અને લોકો ખુબ જ તેનો ઉપયોગ પણ કરતા હોય છે. જોકે વિશેષજ્ઞો તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે. એલ્યુમિનિયમ ફોઈલથી ભોજનમાં એલ્યુમિનિયમ આવી જાય છે, જે શરીરમાં પહોંચીને ઝીંકને રિપ્લેસ કરવા લાગે છે. વળી ઇન્સ્યુલિન ફંકશન માટે ઝીંક ખુબ જ જરૂરી હોય છે.

ઘણા સ્ટડીમાં જણાવવામાં આવી ચુક્યું છે કે હાઈ એલ્યુમિનિયમ ઇનટેક અલ્ઝાઇમરનું કારણ બને છે. રોજ એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવાથી બ્રેઇન સેલ્સ રેટ પણ ઘટી જાય છે. એલ્યુમિનિયમમાં ભોજન રાખવાથી આપણા હાડકા પણ કમજોર બને છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પણ ડેમેજ થઈ શકે છે.

તો આટલા બધા નુકશાનને ધ્યાનમાં રાખીને હવે તમે વિચારી શકો છો કે તમારે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ ભોજનના પેકિંગમાં કરવો જોઈએ કે નહીં. આજથી જ એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક પેકેજિંગને પોતાના કિચનમાંથી દુર કરી દો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *