જામનગર ના એક બિલ્ડર પોતાની મહેનતથી થયા સફળ, 6.5 કરોડ ની રજવાડી કાર ને જોતા રહી જાય છે લોકો..
જ્યારે પણ વૈભવી અને એક ઉચ્ચ સ્ટેટસ ધરાવતી કારની વાત કરવામા આવે ત્યારે રોલ્સ રોયસની તસવીર સૌથી પહેલા આપણી આંખો સામે આવી જાય છે. આ ગાડી ચલાવવાનુ મોટા ભાગના લોકોનુ સ્વપ્ન હોય છે. ઘણા લોકો ખુબ જ પરિશ્રમ કરીને પોતાનુ આ સ્વપ્ન સાકાર પણ કરે છે. આવા જ એક વ્યક્તિ છે જામનગરનો મેરામણભાઈ પરમાર. ખેડૂતપુત્ર અને જામનગરના પ્રખ્યાત બિલ્ડર તથા મેર સમાજના અગ્રણી મેરામણભાઈ પરમારે વર્ષ 2016માં રોલ્ય રોયય કાર ખરીદી હતી.

જામનગર જ નહીં સૌરાષ્ટ્રની આ પહેલી રોલ્ય રોયઝ કાર હતી. 6.5 કરોડની આ વ્હાઈટ કલરની રોલ્સ રોયસ ઘોસ્ટ કાર રસ્તાઓ પર નીકળે ત્યારે લોકો જોતા જ રહી જાય છે. જામનગરના બિલ્ડર મેરામણભાઈ પરમારે વર્ષ 2016માં ડ્રીમકાર રોલ્ય રોયસ ખરીદી હતી. એટલું જ નહીં મેરામણભાઇની ઈચ્છા અનુસાર રોલ્સ રોયસ કારની ડિલિવરી તેમના વતન કુતિયાણા તાલુકાના મહિયારી ગામમાં કરવામાં આવી હતી.

કંપનીના કર્મચારીઓ છેક ઘરે કારની ડિલિવરી કરવા આવ્યા હતા. રોલ્સ રોય કારનો નિયમ છે કે, જ્યારે પણ કંપની કારની ડીલવરી કરવામા આવે ત્યારે દેશ ના કોઈ નામચીન સ્ટાર્સ પાસે થી આ કારની ચાવી અપાવે છે. આમ તો મેરામણભાઈની ઈચ્છા સચિન તેંડુલકર પાસેથી કારની ચાવી લેવાની હતી. કેમ કે મેરામણભાઈ અને સચિન તેંડુલકરની કારકિર્દી એક સાથે શરૂ થઈ હતી. કંપનીએ તેમની વીડિયો કોન્ફરન્સથી સચિન સાથે વાત કરાવી હતી. આ કાર ખરીદવા બદલ સચિને મેરામણભાઈને અભિનંદન પણ આપ્યાં હતાં.


મેરામણભાઈએ એ વખતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આજે જે કંઈ પણ છું તે દ્વારકાધીશની કૃપાથી છું. રોલ્સ રોયસ એ મોટી-મોટી કંપનીઓના માલિક જ લે છે. પરંતુ, મે મારા અથાગ પરિશ્રમ અને મારા પરસેવાથી મારી આ ડ્રીમકાર ખરીદી છે. મે 10 મહિના પહેલા આ કાર લખાવેલી હતી. ત્યારબાદ કંપનીના લોકો અહી આવીને મારા વિશે બધુ જાણીને ગયા હતા ત્યારબાદ મને રોલ્સ રોયસ આપી હતી.’

મેર સમાજના આગેવાન મેરામણભાઈ પરમારે 1989 થી રાજ લેન્ડ ડેવલપર્સ નામે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે પોતાની ખંત અને મહેનતથી સફળતા મેળવી હતી.

મેરામણભાઈને લક્ઝુરિયર્સ અને વૈભવી કારનો ખુબ જ શોખ છે. તેમના કાર કલેક્શનમાં રોલ્સ રોયઝ ઉપરાંત ‘ઓડી ક્યુ સેવન’ અને ‘રેન્જરોવર’ સહિત કુલ સાત કાર સામેલ છે.

આજે જયારે જામનગર અને સૌરાષ્ટ્રના માર્ગ પર આ રજવાડી કાર નીકળે છે ત્યારે લોકો જોતા રહી જાય છે. રોલ્સ રોયસ કાર મેરામણભાઈ પરમારના ઘરની શોભા વધારે છે.