ગુજરાતમાં આવેલા માં ભવાની મંદિરમાં ધજાના માત્ર દર્શન કરવાથી જ બધા ભક્તોની મનોકામનાઓ થઈ જાય છે પુરી

ગુજરાતમાં આવેલા માં ભવાની મંદિરમાં ધજાના માત્ર દર્શન કરવાથી જ બધા ભક્તોની મનોકામનાઓ થઈ જાય છે પુરી

આપણા દેશમાં ઘણા બધા પવિત્ર અને પ્રાચીન દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો દૂરદૂરથી ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે, દરેક ભક્તોના દુઃખો દૂર કરીને ભગવાન બધા જ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરતા હોય છે. તેવું આ મંદિર મહુવાના દરિયાકિનારે માં ભવાનીનું મંદિર આવેલું છે. માં ભવાની મંદિરનો ઇતિહાસ સાડા પાંચ હજાર વર્ષ જૂનો માનવામાં આવે છે.

કંઠપર ગામના દરિયાકિનારે માં ભવાની સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરમાં માં ભવાનીને છોળ શણગારથી સજાવામાં આવ્યા છે. એટલે આ મંદિરમાં દુરદુરથી ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે અને માં ભવાની મંદિરમાં આવતા બધા જ ભક્તોની મનોકામના પુરી કરતા હોય છે. માં ભવાની મંદિરમાં એક એવી માન્યતા છે કે જે ભક્તો મંદિરમાં આવીને માનતા રાખતા હોય છે.

જયારે ભક્તોની માનતા પુરી થાય ત્યારે ભક્તો મંદિરમાં આવીને માં ભવાનીને ચાંદીનું છત્ર અર્પણ કરતા હોય છે. આ મંદિરમાં માં ભવાનીની આરતીનો લાભ લેવા માટે દુરદુરથી ભક્તો આવતા હોય છે, અને આરતીનો લાભ લઈને મનમાં શાંતિનો અનુભવ કરતા હોય છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે માં ભવાનીની લહેરાતી ધજા અને લાલ મૂર્તિના દર્શન માત્રથી જ બધા ભક્તોના દુઃખો દૂર થાય છે.

આ મંદિરમાં આવતા બધા જ ભક્તોની રક્ષા માં ભવાની જાતે જ કરતા હોય છે. માં ભવાનીના મંદિરમાં નવરાત્રી સમયે ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં દર્શને આવતા હોય છે. આથી આ મંદિરમાં આવતા બધા જ  શ્રદ્ધાળુઓના દુઃખો દૂર કરીને માં ભવાની તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દેતા હોય છે.

admin