તામિલનાડુમાં પત્નીના નિધન ના 1 મહિના પછી પતિએ બનાવડાવી તેની મૂર્તિ, કારણ જાણી તમને પણ નવાઈ લાગશે..

તામિલનાડુમાં પત્નીના નિધન ના 1 મહિના પછી પતિએ બનાવડાવી તેની મૂર્તિ, કારણ જાણી તમને પણ નવાઈ લાગશે..

તામિલનાડુમાં એક બિઝનેસમેને પોતાની પત્નીની યાદમાં તેની મૂર્તિ બનાવડાવી છે. તેમણે આ મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા તેમના પ્રેમની ભાવના વિશે લોકો ઘણી પ્રશંસા થઈ રહી છે. આ બિઝનેસમેનનું નામ સેથુરમન છે જેઓ મદુરૈઈમાં રહે છે.

થોડા દિવસો પહેલા તેમની પત્ની પિછઈમનિમ્મલનું નિધન થયું હતું. પત્નીના નિધનને 1 મહિનો પણ નહોતો થયો કે સેથુરમને પત્નીની યાદમાં તેની મૂર્તિ બનાવડાવી હતી. સેથુરમને આ મૂર્તિ થકી પત્નીના નિધન બાદ તેમના જીવનમાં આવેલા ખાલીપાને ભરવાનો પ્રયત્ન માન્યો છે.

ખુરશી પર બેસ્યા હોવાની અવસ્થામાં પોતાની પત્નીની મૂર્તિને તેના નિધન બાદની વિધિઓ દરમિયાન ઘરે લાવવામાં આવી હતી. સેથુરમને જણાવ્યું કે,’મારા લગ્ન જીવનને 49 વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષોમાં હું મારી પત્ની વગર એક દિવસ પણ રહ્યો નથી.’ પિછઈમનિમ્મલના નિધન બાદ તેમની માટે એકલા રહેવું મુશ્કેલ થઈ ગયું હતું.

તે સમયે તેમણે પત્નીની યાદમાં તેની મૂર્તિ બનાવડાવવાનું વિચાર્યું. આ મૂર્તિને યોગ્ય માન-સન્માન સાથે ઘરમાં સ્થાપિત કરવામાં આવી છે.

કર્ણાટકના એક વ્યક્તિ દ્વારા મળી પ્રેરણા

સેથુરમનને પોતાની પત્નીની મૂર્તિ બનાવવાની પ્રેરણા કર્ણાટકના એક વ્યક્તિ પાસેથી મળી હતી. થોડા દિવસ અગાઉ તે પણ આ જ કારણે ચર્ચામાં આવ્યો હતો. સેથુરમને જણાવ્યું કે, તેઓ જ્યારે મૂર્તિકાર પાસે આ માટે ગયા તો તેણે ઈન્કાર કરી દીધો હતો. જે પછી વિલ્લુપુરમના મૂર્તિકાર પ્રસન્ના આ માટે તૈયાર થયો હતો.

અંદાજિત 5.5 ફૂટ ઊંચી મૂર્તિને પ્રસન્નાએ એક મહિનાથી ઓછા સમયમાં તૈયાર કરી આપી છે. આ મૂર્તિ બનાવવા ફાઈબર ગ્લાસ અને રબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મદુરૈઈના એક પેન્ટર તેને ફિનિશિંગ ટચ આપ્યો હતો.

સેથુરમને હેલ્થ ઈન્સપેક્ટર તરીકે પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો, પરંતુ પત્નીના કહેવા પર સરકારી નોકરી છોડી અને મદુરૈઈમાં પોતાની બ્લડ બેંક શરૂ કરી હતી. સેથુરમને કહ્યું કે,’જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવી ત્યારે મારી પત્નીએ હંમેશા મને સાથ આપ્યો છે.’

admin