દીકરીનું કારસ્તાન: પુત્રીએ જ માતા-પિતાને ઘેનની દવા નાખી પરોઠા ખવડાવ્યા, પ્રેમી સાથે ભાગીને કરી લીધા લગ્ન, માતા-પિતાનો જીવ મુક્યો જોખમમાં..

દીકરીનું કારસ્તાન: પુત્રીએ જ માતા-પિતાને ઘેનની દવા નાખી પરોઠા ખવડાવ્યા, પ્રેમી સાથે ભાગીને કરી લીધા લગ્ન, માતા-પિતાનો જીવ મુક્યો જોખમમાં..

સુરત શહેરના ડિંડીલી વિસ્તારમાં પ્રેમ માટે પુત્રીએ કારસ્તાન કર્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પુત્રીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યારબાદ પરિવાર સૂઈ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા.

આ ઘટનાની જાણ થતા પરિવાર પોલીસ સ્ટેશન દીકરીને સમજાવવા ગયું હતું. જોકે, દીકરીએ પ્રેમી સાથે જ રહેવાનો નિર્ણય પરિવારને સંભળાવી દીધો હતો. જેથી પિતાએ દીકરી અને તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે પુત્રી અને તેના પ્રેમી એવા પતિની ધરપકડ કરી છે. આ અગાઉ પ્રેમીની અટકાયત કરાઈ હતી.

અહેવાલો અનુસાર, ડિંડોલી વિસ્તારમાં દિવ્યેશભાઈ (નામ બદલ્યું છે) પત્ની, પુત્ર અને પુત્રી ખ્યાતિ (નામ બદલ્યું છે) સાથે રહે છે. દીકરીએ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા સંદિપ (નામ બદલ્યું છે) સાથે એક દિવસે ભાગી ગઈ હતી. ત્યારબાદ તેને સંદિપના મામાના ઘરેથી સમજાવી પર લઈ આવ્યા હતા અને બંનેના પ્રેમસંબંધ અંગે જાણ થઈ હતી.

શનિવારે પરિવારના તમામ સભ્યો ઘરે હાજર હતા. સાંજે ખ્યાતિએ આલુ પરોઠા બનાવ્યા હતા. ત્યારબાદ પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે દિવ્યેશભાઈ ઉંઘમાંથી જાગતા ચક્કર આવતા હતા અને પરિવાર પણ સૂતો હતો. ચક્કર આવતા હોવા છતાં દીકરીને શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમારી દીકરી ખ્યાતિએ સંદિપ સાથે પ્રેમલગ્ન કરી પોલીસ સ્ટેશન પર આવ્યા છે. જેથી પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયું હતું.

પોલીસ સ્ટેશનમાં પુત્રી ખ્યાતિ, તેનો પ્રેમી સંદિપ અને સંદિપના માતા-પિતા હાજર હતા. પોલીસે ખ્યાતિએ લગ્ન કરી લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા હતા. જેથી દીકરીને સમજાવી હતી. જોકે, ખ્યાતિએ જણાવ્યું હતું કે, હું અને સંદિપ પ્રેમ કરીએ છીએ. સંદિપના પિતાના કહેવાથી મેડિકલમાંથી ઘેનની ગોળીઓનો ભુક્કો પરાઠામાં નાખી ખવડાવ્યા હતા. રાત્રીના સમયે ઘેનમાં સૂઈ જતા સોસયટીમાં જ ઉભેલા સંદિપ અને તેના પિતા સાથે બાઈક બેસી ભાગી ગઈ હતી. હું હવે તમારી સાથે આવવાની નથી.

પુત્રીએ ઘેનની ગોળીઓ પરોઠામાં નાખી ખવડાવી હોવાની જાણ થતા જ દિવ્યેશભાઈ અને તેમના પત્ની ગભરાઈ ગયા હતા. ચક્કર અને માથું દુખતું હોવાથી બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ પણ આવી હતી અને દીકરી પરત આવી જશે તેનો આશ્વાસન આપ્યું હતું. જેથી જેતે સમયે ફરિયાદ આપી ન હતી.

જોકે, પરિવારના સમજાવવા છતાં દીકરી પરત ન આવતા પિતાએ દીકરી, તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેતી પોલીસે ખ્યાતિ અને તેના પતિ સંદિપની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *