કચ્છના 70 વર્ષના બાએ આપ્યો પુત્રને જન્મ, ભાવુક થયું દંપતી

કચ્છના 70 વર્ષના બાએ આપ્યો પુત્રને જન્મ, ભાવુક થયું દંપતી

આજના વૈજ્ઞાનિક યુગમાં કંઈ પણ શક્ય છે તે ગુજરાતના કચ્છના રાપર તાલુકાના મોરા ગામમાં જોવા મળ્યું છે. ત્યાં એક અભણ દંપતી દ્વારા લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડો.નરેશ ભાનુશાલી  જણાવવામાં આવ્યું કે, એક 70 વર્ષની મહિલા જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હતો પરંતુ તેમને કોઈ સંતાન નહોતું.

જ્યારે આ નિ:સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રહ્યું હતું કે, ભગવાન એક દિવસ તેમની આશા પુરી કરશે પરંતુ સમય ઘણો પસાર થઈ જતા અંતે આ બુઝર્ગ દંપતી દ્વારા ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડો.નરેશ ભાનુશાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

મોટી ઉંમર થઈ ગઈ હોવાના લીધે આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબ દ્વારા સલાહ આપવામાં આવી હતી, પરંતુ આ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુંબેન રબારીએ ટ્રીટમેન્ટ શરૂ કરાવી હતી. આ ટ્રીટમેન્ટના અંતે જીવુંબેન રબારી દ્વારા પુત્રને જન્મ આપતા બુઝર્ગ દંપતીના પરિવારમાં ખુશી લહેર છવાઈ ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પ્રથમ જ ટ્રાયલમાં બાળક રહી ગયું હતું. જ્યારે આ સમાચારથી રબારી સમાજમાં કુતૂહલ સર્જાયું છે.

આ બાબતમાં 75 વર્ષના માલધારી વાલા ભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને પુત્ર આપતા પુત્રનું નામ લાલો રાખી દેવામાં આવ્યું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો બાદ આવા મોટી ઉમરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ લાગી છે.

તેની સાથે ભુજના સ્ત્રી રોગ ડો. નરેશ ભાનુશાલી દ્વારા આ બુઝર્ગ મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો આવી ઘટના કયારેક જ જોવા મળે છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી તેવું કહેવા છતાં પણ તેમને ભગવાન અને ડોક્ટર પર સંપૂર્ણ ભરોસો રાખ્યો હતો.

જેના લીધે તેમને સફળતા મળતા સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યો હતો. ડો. ભાનુશાલી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, એવા અનેક નિ:સંતાન દંપતી રહેલા છે, જેઓ લગ્ન બાદ અમુક વર્ષો પસાર થયા ગયા બાદ પણ બાળક રહેતું નથી. તેમણે ખોટો સમય બગાડવો જોઈએ નહીં અને તાત્કાલિક સારવાર માટે જવું જોઈએ. સિઝેરિયન દ્વારા બાળકની ડિલિવરી કરવામાં આવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *