જાણો ટ્રેન ના ડબ્બા પર શા માટે બનાવવામાં આવેલ હોય છે પીળી અને સફેદ પટ્ટી, કારણ છે ખુબ જ ખાસ..

ભારતીય રેલ્વેને દેશની લાઇફ લાઇન પણ કહેવામાં આવે છે. ભારતીય રેલવે ફક્ત એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક નથી, પરંતુ દુનિયાનું ચોથું રેલવે નેટવર્ક પણ છે. ભારતીય રેલ્વેએ તેની સેવાઓ 16 એપ્રિલ 1853 માં શરૂ કરી હતી અને પહેલી ટ્રેન મુંબઈથી થાના સુધીના 33 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
ભારતમાં દરરોજ અંદાજિત 13 હજાર ટ્રેનો ચાલે છે, જેના કારણે લાખો મુસાફરો અહીંથી ત્યાં જવા માટે સક્ષમ છે. તમે જોયું હશે કે રેલવેના અલગ અલગ કોચમાં અલગ અલગ રંગના પટ્ટા પણ બનાવવામાં આવે છે. અહીં અમે તમને આ પટ્ટાઓ વિશે જણાવી રહ્યા છીએ.
બનાવવામાં આવ્યા છે સિમ્બોલ
ભારતીય રેલવેમાં એવી ઘણી વસ્તુઓ છે, જેને સમજવા માટે ખાસ પ્રકારના સિમ્બોલ બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે તમને રેલવે ટ્રેકના કિનારા પર સિમ્બોલ બનેલા મળી જશે. રેલવે ટ્રેક પર પણ સિમ્બોલ બનેલા હોય છે. આ પ્રકારનાં સિમ્બોલ એટલા માટે બનાવવામાં આવે છે જેથી કોઈ પણ વસ્તુને દરેકને સમજવાની કે બતાવવાની જરૂરિયાત ન પડે. એજ કારણ છે કે ટ્રેનનાં અલગ-અલગ કોચ ઉપર પણ આ પ્રકારનાં વિશેષ પ્રકારના સિમ્બોલ બનેલા રહે છે. તેનું ઘણું જ મહત્વ હોય છે.
આ પટ્ટાઓનો મતલબ
ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતી વખતે અથવા સામાન્ય રીતે, જો તમે ટ્રેનો પર નજર કરશો, તો તમે જોયું હશે કે વાદળી રંગના ICF કોચ તેમની છેલ્લી બારી પર સફેદ અને પીળા પટ્ટાઓ સાથે જોવા મળે છે. આ સફેદ અને પીળા પટ્ટાઓ ખાસ હેતુ માટે બનાવવામાં આવ્યા છે. સફેદ પટ્ટાઓ વાસ્તવમાં સામાન્ય કોચનું પ્રતિનિધિત્વ કરે છે. જયારે પીળા પટ્ટાઓ સૂચવે છે કે આ કોચ અપંગ અને બીમાર લોકો માટે છે.
મહિલાઓ માટે પણ ભારતીય રેલવેમાં કોચ આરક્ષિત કરવામાં આવે છે. જે કોચ મહિલાઓ માટે આરક્ષિત હોય છે, તેના પર તમને ગ્રે રંગની પટ્ટી પર લીલા રંગની પટ્ટી બનેલી જોવા મળશે. આ રીતે જે પ્રથમ શ્રેણીનાં કોચ હોય છે, તેની ઓળખાણ એવી હોય છે કે તેના પર ગ્રે રંગ પર લીલા રંગની પટ્ટી બનેલી નજર આવે છે.
કોચના રંગો
ભારતીય રેલવે દ્વારા સંચાલિત મોટા ભાગની ટ્રેનોમાં વાદળી રંગ હોય છે. વાદળી કોચ વાસ્તવમાં ICF કોચ માટે વપરાય છે. આ બતાવે છે કે આ ટ્રેનો 70 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જેમાં મેલ અને એક્સપ્રેસથી લઈને સુપરફાસ્ટ ટ્રેનોનો સમાવેશ થાય છે. તે જ સમયે, જ્યારે તમે ICF એરકન્ડિશન્ડ એટલે કે AC ટ્રેનો પર નજર નાખો છો, ત્યારે તેમના બોક્સ લાલ રંગમાં જોવા મળે છે. રાજધાની એક્સપ્રેસ આ પ્રકારની ટ્રેનનું ઉદાહરણ છે.
ભારતીય રેલવે દ્વારા દોડતી ગરીબ રથ ટ્રેનોના કોચ લીલા રંગના હોય છે. તેમજ ભારતીય રેલવે દ્વારા મીટરગેજ ટ્રેનોમાં બ્રાઉન કોચ લગાવવામાં આવ્યા છે. એક નેરોગેજ ટ્રેન બીલીમોરા વાઘાઈ પેસેન્જર છે. તેમાં હળવા લીલા રંગના કોચ જોવા મળે છે, તેની સાથે ક્યારેક ભૂરા રંગના કોચ પણ તેમાં જોવા મળે છે.