કિન્નર નસીબદારને જ આપે છે આ વસ્તુ, જો તમને મળી ગઈ તો સમજી લો કે સાક્ષાત લક્ષ્મીજી તમારા પર છે મહેરબાન
આજનાં સમયમાં દરેક વ્યક્તિ પૈસા કમાવવાની પાછળ ઘણા પ્રકારના કાર્ય કરતો જ રહે છે. જે વ્યક્તિના જીવનમાં ધનની ઊણપ હોય છે. તે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આજથી જ નહીં પરંતુ પ્રાચીનકાળથી જ ધનને ઘણું આધ્યાત્મિક મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ધન દ્વારા જ આપણે આપણા જીવનમાં ઘણા સુખ અને વૈભવની પ્રાપ્તિ કરીએ છીએ.
શાસ્ત્ર અનુસાર પોતાના જીવનમાં ધન મેળવવા માટે તમે બધા જાણો છો કે ધનની માતા માતા લક્ષ્મીજીની કૃપાની અવશ્ય જરૂરિયાત હોય છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં સારું ઘર, મોંઘી ગાડીઓ, દુકાન કોઈપણ પ્રકારના સપના જુએ છે, તો તેના માટે ધન હોવું આવશ્યક છે. તેનાથી વિપરીત જે વ્યક્તિના જીવનમાં ધનની ઊણપ હોય છે તે પોતાના જીવનમાં મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે.
આજે અમે તમારી સામે એક એવો લેખ લઈને આવ્યા છીએ. જેમાં તમે ઇચ્છો છો કે તમારા પર્સમાં પૈસા હંમેશા રહે તો આ વાતોનું અવશ્ય ધ્યાન રાખો. કારણ કે ત્યારબાદ તમારા પર્સમાં પૈસા હંમેશા ભરેલા રહેશે.
લક્ષ્મી પૂજામાં ચોખા ઉપયોગી

તમને જણાવી દઈએ કે શાસ્ત્રમાં જ્યારે પણ લક્ષ્મી માતાની પુજા કરવામાં આવે છે, તો તેમાં ચોખાનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે. કારણ કે ચોખાનો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. એટલા માટે કોઈ પણ પુજાપાઠ દરમિયાન દેવી-દેવતાને આપણે તિલક કર્યા બાદ ચોખા અવશ્ય ચઢાવીએ છીએ.
લક્ષ્મી પુજામાં ઉપયોગ કરવામાં આવેલા ચોખા ઘણું અધિક મહત્વ રાખે છે. તમે પુજામાં ઉપયોગ કરેલા ચોખાનાં ૨૧ દાણાને એક કાગળમાં લપેટીને તમારા પર્સમાં રાખી લો. આમ કરવાથી તમારો શુક્ર ગ્રહ મજબુત થઈ જશે અને જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. જેનાથી ધન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થશે નહીં.
પીપળાનું પાન

શાસ્ત્રમાં પીપળામાં સ્વયં વિષ્ણુજ નો વાસ કહેવામાં આવ્યો છે. તમે પીપળાનું એક પાન લો અને તેને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લો. ત્યારબાદ તમે પાન ઉપર કેસરથી ‘શ્રી’ લખો અને પાન પર કોઈની નજર ન પડે તે રીતે તમારા પર્સમાં એવી જગ્યાએ રાખી દો. આ પાનને તમે નિયમિત રૂપથી બદલતા રહો.
કિન્નરનો આપેલો સિક્કો

જો તમે કોઇ કિન્નરને કોઈ દાન કરો છો, તો તે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. સાથે જ તેમની દુઆ તમને ઘણી પ્રકારની વિપત્તિઓથી પણ બચાવે છે. જો તમારા જીવનમાં પણ ધનની સમસ્યા છે, તો તમે કોઇ કિન્નરને પૈસા આપ્યા બાદ તેમની પાસે એક રૂપિયો માંગી લો. જો તેઓ પોતાની ખુશીથી એક રૂપિયો તમને આપે છે તો તેને એક લીલા કપડાંમાં લપેટીને તિજોરીમાં રાખો દો.
ગુરુની તસવીર
આજના યુગમાં લોકો ઘણા ગુરુઓને માને છે અને તેમની તસવીર પોતાના પર્સમાં રાખે છે. આવું કરવાથી તમને ધન સંબંધી મુશ્કેલીઓ નહીં થશે. પરંતુ તમને ખરાબ સમયમાં ઘણી આધ્યાત્મિકતા તથા શાંતિ અનુભવ થશે. એટલા માટે તમારા ગુરુની તસવીર પર્સમાં રાખો અને તમારા જીવનથી ધન સંબંધી સમસ્યાઓ થી છુટકારો પ્રાપ્ત કરો.