શાહરુખ ખાને 24 વર્ષ પહેલાં કરેલ ભવિષ્યવાણી સાચી પડી, ‘મારો દીકરો ડ્રગ્સ લે, મારી જેમ જ સ્મોક કરે અને..’

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ ડ્રગ્સ પાર્ટીમાં આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મુંબઈથી ગોવા જતાં ક્રૂઝમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન NCBને મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું છે. NCBએ આર્યન ખાનની અટકાયત કરી છે. માનવામાં આવે છે કે તેની ધરપકડ પણ થઈ શકે છે. જોકે, આર્યનનું નામ ડ્રગ્સમાં આવતા જ શાહરુખનો વર્ષો જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરુખે કહ્યું હતું કે તેનો દીકરો ડ્રગ્સ લે, સે-ક્સ માણે તો તેને ગમશે.
શું કહ્યું હતું શાહરુખે
1997માં શાહરુખ ખાન પત્ની ગૌરી સાથે સિમી ગરેવાલના શોમાં આવ્યો હતો. ગૌરી ખાને આર્યનને થોડાં મહિના પહેલાં જ જન્મ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂ દરમિયાન સિમીએ શાહરુખ ખાનને પૂછ્યું હતું કે તે બાળકનો ઉછેર કેવી રીતે કરશે? જોકે, શાહરુખે આ સવાલનો જવાબ એકદમ ફની રીતે આપ્યો હતો.
મારો દીકરો ખરાબ બને
શાહરુખ ખાને કહ્યું હતું, ‘હું ઈચ્છું છું કે જે કામો મેં ટીનેજમાં નહોતા કર્યા તે તમામ કામો આર્યન કરે. મારી પાસે પૂરતી સગવડ ના હોવાથી હું આ તમામ બાબતો કરી શક્યો નહોતો. મારો પુત્ર જ્યારે 3-4 વર્ષનો થશે ત્યારે હું તેને કહીશ કે તે છોકરીઓ પાછળ ભાગી શકે છે, ડ્રગ્સ લઈ શકે છે અને સેક્સ પણ માણી શકે છે. હું નાની ઉંમરમાં જ તેને કહી દઈશ કે તે આ બધું જ કરી શકે છે. તે એકદમ ખરાબ છોકરો બનવો જોઈએ. જો તે સારો છોકરો બનશે તો હું તેને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. મને હંમેશા મારા કો-વર્કર્સની ફરિયાદ આવવી જોઈએ કે તે તેમની દીકરીઓને આર્યન ખુબ હેરાન કરે છે.
શાહરુખ ખાન હાલ ‘પઠાન’માં વ્યસ્ત છે
શાહરુખ છેલ્લે ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી. હાલમાં જ શાહરુખ યશરાજ બેનરની ફિલ્મ ‘પઠાન’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ છે. શાહરુ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરવાનો હોવાની પણ ચર્ચા છે.
આર્યન ખાન સહિત 8 આરોપી 3 દિવસ જેલમાં જ રહેશે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો દિવસ મહત્ત્વનો છે. વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યનની આજે કસ્ટડી પણ પૂરી થઈ હતી. NCBએ કોર્ટમાં આર્યન ખાનની એક અઠવાડિયા સુધીની કસ્ટડી માગી હતી અને કોર્ટે આર્યન સહિત આઠેય આરોપીના 7 ઓક્ટોબર સુધી કસ્ટડી આપી છે. એટલે કે આર્યન સહિત 8 આરોપીઓ હજી ત્રણ દિવસ જેલમાં જ પસાર કરશે.