સરકાર માત્ર 10 રૂપિયામાં આપશે LED બલ્બ, જુઓ ક્યાંથી અને કેવી રીતે મેળવી શકશો આ બલ્બ..

ભારત સરકાર દેશના ઉત્થાન અને પ્રગતિ માટે સમય સમય પર યોજનાઓ લાવતી રહે છે. જેમાંથી એક છે PM LED Bulb Yojana. આ યોજના અંતર્ગત દેશના ગ્રામીણ વિસ્તારમાં દુનિયાના સૌથી સસ્તા બલ્બ વહેંચવામાં આવશે.
જાણકારી માટે જણાવી દઈએ કે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત દેશના ગ્રામીણ ક્ષેત્રોને રોશન કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં રહેવાવાળા બધા પરિવારોને માત્ર 10 રૂપિયામાં LED બલ્બ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે LED બલ્બ પર કુલ મળીને 3 વર્ષની વોરંટી પણ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત 60 કરોડ LED બલ્બ આપવામાં આવશે.
PM LED Bulb Yojna
આ યોજના અંતર્ગત દેશના ગ્રામિણ વિસ્તારો સુધી 10 રૂપિયામાં બધા પરિવારોને બલ્બ પ્રદાન કરવામાં આવશે. PM LED Bulb Yojana ને જ ગ્રામ ઉજાલા યોજના નામથી પણ ઓળખવામાં આવે છે. એનર્જી એફિશિયન્ટ સર્વિસીસ લિમિટેડ એટલે કે EESL (Energy Efficiency Services Limited) નાં માધ્યમથી વીજળીને દેશના દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે. EESL ની સબસિડિયરી CESL (Convergence Energy Services Limited) છે. જેમાં આ યોજનાને લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનાં પહેલા સ્ટેજ અંતર્ગત આશરે 1.5 કરોડ LED બલ્બ આપવામાં આવશે.
PM LED Bulb Yojana માં 7 વોટ વાળા 30 લાખ LED બલ્બ અને 12 વોટ વાળા 70 લાખ LED બલ્બ ખરીદવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજના થનાર કુલ ખર્ચમાંથી 50 ટકા ખર્ચનો ભાર CESL અને Syska દ્વારા ઉપાડવામાં આવશે. જ્યારે બાકી બચેલા 50 ટકા ખર્ચ કાર્બન ક્રેડિટ, રાજસ્વ અને રાષ્ટ્રનિર્માણમાં ભાગ લેનાર અવસરમાંથી કાઢવામાં આવશે.
સૌથી સસ્તી કિંમતના LED બલ્બ
PM LED Bulb Yojana અંતર્ગત મળનાર બલ્બ સૌથી સસ્તી કિંમતમાં વેચાતા બલ્બ હશે. જેમ કે તમે બધા જાણો છો કે વર્ષ 2014માં આ LED બલ્બ 310 રૂપિયામાં મળતા હતા, જે હવે કિંમતમાં ઘટાડો થતાં 70 રૂપિયામાં મળી રહ્યા છે. પરંતુ હવે LED બલ્બ યોજના માં મળવા વાળા બલ્બ સૌથી સસ્તા હશે. આ યોજનામાં LED બલ્બ માત્ર 10 રૂપિયામાં આપવામાં આવશે.
PM LED Bulb Yojana થી થતા ફાયદા
- LED બલ્બ યોજના અંતર્ગત માત્ર 10 રૂપિયામાં તમને LED બલ્બ મળશે, જે સૌથી ઓછી કિંમતના છે.
- અન્ય બલ્બ સરખામણીમાં આ બલ્બ ઓછી વીજળીનો ઉપયોગ કરે છે, જેનાથી ઉર્જાની બચત થશે.
- ગ્રામ ઉજાલા યોજના નામથી ઓળખવામાં આવતી આ યોજનાના માધ્યમથી દેશના ગ્રામીણ ક્ષેત્રમાં પણ રોશની ફેલાઇ જશે અને તે પણ ખુબ જ ઓછી કિંમતમાં.
- આ યોજનામાં ગ્રીન એનર્જી યોજના અંતર્ગત કાર્બન ઉત્સર્જન ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જેનાથી કાર્બન ક્રેડિટ ફંડ જમા થશે. જેનો ઉપયોગ દેશના ઉત્થાન માટે થઈ શકે છે.
- આ યોજનાથી ગ્રામીણ વિસ્તારમાં વિજળી પહોચાડવામાં મદદ મળશે.
આ યોજનાનો લાભ લેવા માટે આ દસ્તાવેજની રહેશે જરૂરિયાત
પીએમ LED બલ્બ યોજના અંતર્ગત 10 રૂપિયામાં બલ્બ મેળવવા માટે તમારે સૌથી પહેલા અમુક આવશ્યક દસ્તાવેજોની આવશ્યકતા રહેશે, જે નીચે પ્રમાણે છે.
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- એડ્રેસ પ્રુફ માટેનું પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર