બાળકીની ખુશીઓ આંસુમાં ફેરવાઈ…ગંભીર અકસ્માતમાં બે ભાઈના મોતથી પરિવાર પર આભ તુટી પડ્યું

બાળકીની ખુશીઓ આંસુમાં ફેરવાઈ…ગંભીર અકસ્માતમાં બે ભાઈના મોતથી પરિવાર પર આભ તુટી પડ્યું

મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના નેશનલ હાઈવે પર રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બે વાગ્યા આસપાસ ખુબ જ ઝડપથી આવતી સ્કોર્પિયો ફ્લાયઓવરનું રેલિંગ તોડીને 35 ફૂટ નીચે પડી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનના ભૂક્કા બોલી ગયા હતા. આ સ્કોર્પિયોમાં ત્રણ મિત્રો હતાં અને ત્રણેયનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં એક આઉટ ઓફ ડેન્જર છે અને બીજાની હાલત ખુબ જ નાજુક છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 6માં રહેતા રૂપસિંહ ઠાકુરની પૌત્રના ત્યાં એક બાળકીનો જન્મ થયો હતો. ખુશીના પ્રસંગે રૂપસિંહે એક કાર્યક્રમ રાખ્યો હતો. આ શુભ પ્રસંગે આસપાસના લોકો તથા પરિવારના સભ્યો ભેગા થયા હતા. રૂપસિંહ ઠાકુરનો મોટો પુત્ર શેખર, પિતરાઇ ભાઇ અખિલેશ ઠાકુર, લાતુઆ લખનપુરનો સની પટેલ, બ્રાહ્મણ પુરા વોર્ડ નંબર 8નો સોનુ ગુપ્તા તથા મહાવીર ચોક વોર્ડ નંબર 6નો રિંકુ માલી મોડી રાત્રે અંદાજે 12.30 વાગે સ્કોર્પિયો કાર લઈને મનસકાર ઢાબા પર ચા પીવા ગયા હતા. ત્યાંથી રાત્રે બે વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરતા હતા.

આ ઘટનામાં શેખર, અખિલેશ અને સન્નીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે રિંકુ ઉર્ફે બ્રાઉન માલીના પગમાં ફ્રેકચર થયું હતું. તેના માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. જયારે સોનુ ગુપ્તાને સામાન્ય ઈજાઓ થઈ છે. તેણે અકસ્માતની જાણ પોલીસને કરી હતી.

બાયપાસ નેશનલ હાઈવે 30 ફ્લાયઓવર પર કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જાણકારી મુજબ, શેખર કાર ચલાવી રહ્યો હતો. વાહન ફ્લાયઓવરની 25 ફૂટ રેલિંગ તોડીને 35 ફૂટ નીચે પડ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કર્ણ પતરાં નીકળી ગયા હતા. ત્રણેય યુવકોનું માથુ રસ્તા પર પડ્યું હતું.

અકસ્માતના સમાચાર મળતા જ ઘરમાં ગમગીની ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. જે ઘરમાં થોડીવાર પહેલાં ખુશીઓ હતી ત્યાં હવે રોવાનું ચાલુ થઈ ગઈ છે. પરિવારને વિશ્વાસ નથી થતો કે તેમના સંતાનો હવે આ દુનિયામાં નથી રહ્યા. શેખર પ્રોપર્ટીનું કામ કરતો હતો અને તેને બે બાળકો છે. શેખરનો નાના ભાઈ જય સિંહને ત્યાં બે મહિના પહેલા જ દીકરી જન્મી છે. તેનો આ કાર્યક્રમ હતો.

શેખરનો પરિવાર પહેલાં બાયપાસ પર જ રહેતો હતો. હજી છ મહિના પહેલાં જ પરિવાર વોર્ડ નંબર 6માં ટ્રાન્સફર થયો હતો. અખિલેશ ઠાકુર તાજેતરમાં બીકોમનો અભ્યાસ કરે છે. જયારે સની પટેલ પિતાની સાથે ખેતી કામ કરતો હતો. શેખર તથા અખિલેશના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા.

admin