પોતાના પાલતુ શ્વાનને રોડ પર જ મૂકીને ભાગી ગયો વ્યક્તિ, વિડીયો જોઈને આંખો ભીની થઈ જશે..
ઘણા લોકોને શ્વાન પાળવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ દરેક વ્યક્તિ શ્વાનને પાળ્યા બાદ તેને ઘરના સભ્યની જેમ જ રાખે તે જરૂરી હોતું નથી. સામાન્ય રીતે એવા સમાચારો વાયરલ થતા રહે છે કે, જેમાં રોડ પર લાવારીસ હાલતમાં શ્વાન દેખાયા હોય તેવી વાત સામે આવે છે. સોશિયલ મીડિયા પર એક શ્વાન અને તેના માલિકનો એક ભાવનાત્મક વિડીયો હાલમાં વાયરલ થયો છે. જેમાં માલિક તેના પાલતુ શ્વાનને આ રીતે રસ્તા પર છોડીને ભાગી રહ્યો છે.
View this post on Instagram
અહેવાલો અનુસાર, ભારતીય વન વિભાગના અધિકારી સુધા રામે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયો સુમસાન હાઈવે પર શૂટ કરવામાં આવ્યો હતો.. આમાં એક વ્યક્તિ પોતાના પાલતુ કૂતરા સાથે કારમાંથી ઉતરે છે. બાદમાં તે પોતાના કૂતરાને રોડના છેડે લઈ જઈને તેના ગળાનો પટ્ટો કાઢી લે છે. આ વિડીયો જોઈને સ્પષ્ટ દેખાય છે કે, આ પાલતુ શ્વાન આ વ્યક્તિનું જ હતું.
શ્વાનના ગળામાંથી પટ્ટો કાઢ્યા બાદ શખ્સે તેને લાવારીસ હાલતમાં હાઈવે પર જ મૂકીને ભાગી જાય છે. નિર્દોષ પ્રાણી લાંબા સમય સુધી કારની પાછળ-પાછળ દોડે છે. પરંતુ તે વ્યક્તિનું હૃદય જરા પણ પીગળતું નથી. તે એકવાર પણ પાછો વળીને પોતાના શ્વાન સામે જોતો નથી. ટ્વીટર પર આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 12 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. હજારો લોકોએ આ અંગે પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઘટનાને હ્રદય-સ્પર્શી ગણાવી અને આવું કરનાર વ્યક્તિને સખત સજાની માંગ કરી રહ્યા છે લોકો!
એવું હોય શકે છે તે વ્યક્તિ પર કેટલીક મજબૂરી આવી હશે, પરંતુ તમારા પાલતુ સાથે આ પ્રકારનું વર્તન કોઈ પણ રીતે યોગ્ય નથી.