દંપતીએ સ્ટેમ પેપર ઉપર લખાવી શરત અઠવાડિયામાં 5 દિવસ પત્ની ખાવાનું બનાવશે અને શનિ-રવિવારે પતિ, પછી જે થયું તે જાણીને..
સ્ટેમ્પ પેપર ઉપર શરત લખાવીને પહેલી વખત જીલ્લા અધિક્ષક કચેરીએ પહોચ્યું એક દંપત્તિ. જેથી બંનેની શરત ઉપર લાગી શકે કોર્ટનો સિક્કો. શનિવાર અને રવિવારે પતિ ઘરનું કામ કરશે અને પત્ની બહારનું કામ કરશે. કોઈ એકના બીમાર પડવા ઉપર કુટુંબ માટે હોટલમાંથી ખાવાનું આવશે. કાંઈક આવા પ્રકારની શરતો લખીને તેને કાયદાનો સિક્કો લગાવવા માટે દંપત્તિ જીલ્લા અધિક્ષક કચેરીએ પહોચ્યા.
જેથી શરતો ઉપર કાયદાનો સિક્કો લગાવી શકાય. અધિકૃત સચિવ ન્યાયધીશ આશુતોષ મિશ્રાએ જણાવ્યું કે મારી પાસે અત્યાર સુધી આવા કેસ આવ્યા છે. જેમાં પતિ પત્નીને બહાર કાઢી મુકે. પત્ની સાસરીયા વાળા વિરુદ્ધ કેસ દાખલ કરે. પહેલી વખત એવું એક કપલ આવ્યું, જેમણે પાંચ વર્ષથી ચાલી રહેલા ઝગડાને સમજદારીથી ઉકેલી લીધો. તેમણે તેના માટે ન તો વકીલની જરૂર પડી, ન તો કોર્ટની દખલગીરીની જરૂર પડી.

પતિ અને પત્ની બંને ખાનગી કંપનીમાં એકજીકયુટીવ હોદ્દા ઉપર છે. બંનેના લગ્નના 10 વર્ષ થઇ ગયા છે. તેમણે અંદરો અંદર થોડી શરતો સાથે ઉકેલ કરી લીધો. શરતો તોડવા ઉપર બંનેએ પોતાના માટે સજાની જોગવાઈ પણ કરી છે. પતિ પત્નીની શરતો – એક બીજાના માતાના સંબંધોમાં નહિ કરે માથાકૂટ, પાંચ દિવસ પત્ની ખાવાનું બનાવશે અને ઘરની જાળવણી રાખશે.
શનિવાર-રવિવારે પતિ ખાવાનું બનાવશે, ઘરની જાળવણી સાથે બાળકોને સ્કુલનું હોમવર્ક પણ કરાવશે. તે દરમિયાન કોઈ પણ વ્યક્તિ બીમાર પડી જાય તો બહારથી ખાવાનું આવશે. એક બીજાના પ્રોફેશનલ રીલેશનશીપ ઉપર કોઈ ટીકા કોમેન્ટ નહિ કરે. ઓફિસેથી મોડા ઘરે આવવાની જાણ બે કલાક પહેલા એક બીજાને આપવાની રહેશે. જેથી કોઈ એક ઘરે પહોચીને બાળકોને સંભાળ લઈ શકે.
બંને એકબીજાના માતા પિતાના સંબંધમાં કોઈ ટીકા અથવા કોમેન્ટ નહિ કરે અને ન તો હસ્તક્ષેપ કરે. બંને પોતાના માતા-પિતા માટે ભરણ પોષણની રકમ પોતાની ઈચ્છા મુજબ આપી શકશે. બાળકોના ભવિષ્ય માટે બંને પોતાના એકાઉન્ટમાંથી થોડી રકમ જમા કરાવશે. બાળકોની સ્કુલમાં થતા વાલી મીટીંગ એક મહિનો પત્ની હાજર રહેશે અને એક મહિનો પતિ. કોઈ પણ એક જો ત્યાં હાજર ન રહી શકે તો તેની જાણ પાંચ દિવસ પહેલાકરવાની રહશે. ઘરનો ખર્ચો બંને સરખા ભાગે ઉઠાવશે. જે મકાન ખરીદ્યું છે. તે બાળકોના નામ ઉપર કરી દેવામાં આવશે સંયુક્ત રીતે.

પોતાના માટે સજાની જોગવાઈ: શરતોનું કોઈ પણ ઉલંઘન કરે છે, તો એક બીજાથી અલગ થવા માટે સ્વતંત્ર છે. બાળકો શરતોનુ ઉલંઘન કરવા વાળા સાથે નહિ રહે. ઉલટું બાળકોના ભરણ પોષણ માટે 20,000 રૂપિયા દર મહીને આપવાના રહેશે. નિયમ, અધિકૃત કચેરીમાં પહોચવા વાળા કેસોમાં પતિ-પત્નીની કાઉન્સીલિંગ કરીને સમાધાન કરવામાં આવશે. અહિયાં કરવામાં આવતું સમાધાન પછી કોઈ પણ કોર્ટમાં સુનાવણી નહિ થાય.
બાળકો માટે થઈને કર્યું સમાધાન. મિશ્રાએ જણાવ્યું કે દંપત્તિના બે બાળકો છે. જે બંનેના ઝગડાને કારણે દુઃખી હતા. છ વર્ષની છોકરી પિતા પાસે રહેતી હતી અને આઠ વર્ષનો છોકરો માતા પાસે. બંને ભાઈ બહેન માત્ર રવિવારે એક સાથે પસાર કરતા હતા. જુદા થવાના ત્રણ ચાર દિવસ બંને સામાન્ય નથી થઇ શકતા. બંનેએ બાળકો માટે એક વખત ફરી કુટુંબ બચાવવા માટે છેલ્લી તક પોતાને આપી છે.