વગર દવાએ ફક્ત એક દિવસમાં કિડનીની બધી ગંદકી બહાર કાઢવાનો અસરકારક ઉપાય, કિડનીની પથરીથી પણ મળશે છુટકારો..

વગર દવાએ ફક્ત એક દિવસમાં કિડનીની બધી ગંદકી બહાર કાઢવાનો અસરકારક ઉપાય, કિડનીની પથરીથી પણ મળશે છુટકારો..

કિડની એક પ્રકારે આપણાં શરીરમાં ફિલ્ટર જેવું કાર્ય કરે છે. એટલે કે શરીરની ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે. વાસ્તવમાં, કિડનીમાં ગંદગી જમા થતી રહે છે. જેથી પથરી થવાથી શક્યતા રહે છે, જેના કારણે રોંજીન્દી શારીરિક ક્રિયામાં પણ તકલીફ પડે છે માટે કિડનીની સફાઈ કરવી ખૂબ જરૂરી છે, તો તેના માટે તમારે કોઈ ખાસ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર નથી બસ રસોડામાં હાજર કેટલીક વસ્તુની મદદથી જ તમે કિડનીને હેલ્ધી રાખી શકો છો.

કિડની આપણા શરીર માટે યોગ્ય રીતે કાર્યશીલ રહેવી ખુબ જ જરૂરી છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થ અને કચરો કાંઢવામાં મદદ કરે છે. કિડનીની યોગ્ય કામગીરીને સુનિશ્ચિત કરવા માટે અમુક પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. કિડનીમાં ઝેરી પદાર્થને બહાર કરવા માટેના ઘણા બધા ઘરેલું ઉપાયો છે, જો કિડનીને ડિટોક્સ કર્યા વિના છોડવામાં આવે છે, તો આ સ્થિતિથી કિડનીના કાર્ય પ્રણાલીમાં નુકસાન થઈ શકે છે. કેટલાક સરળ ઘરેલું ઉપચાર અપનાવીને કિડનીને શુદ્ધ કરવામાં અને ઝેરી પદાર્થથી મુક્ત રાખવામાં મદદ કરી શકે છે.

કિડનીમાં ગંદગી જમા થવાથી તેની કાર્ય પ્રણાલીમાં વિક્ષોભ ઉભો થઇ શકે છે અને જેનાથી અનેક ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે કિડનની સફાઈ ખુબ જ જરૂરી છે. જેથી શરીરની ગંદગી સરળતાથી બહાર નીકળી જાય. કિડનીને સાફ રાખીને તમે કિડનીની પથરી, બ્લડ પ્રશેર કંટ્રોલ રાખવું, મૂત્રાશયના કામકાજમાં સુધારો અને રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ મળી શકે છે. ચાલો જાણીએ કિડનીની સફાઈ કરવાના ઘરેલું ઉપચાર વિષે.

કોથમીર

થોડાક કોથમીરના પાન સરખી રીતે ધોઈ લો, તેના નાના ટૂકડા કરો. ત્યારબાદ તેને એક લીટર પાણીમાં નાંખી દો અને તેમાં જો અનુકુળ હોય તો થોડોક અજમાં પણ મિક્સ કરો. કોથમીરના પાન અને અજમાને ધીમી આંચ પર 10 મીનિટ સુધી ઉકાળો. તેને ઠંડુ કરીને રોજ ખાલી પેટ સેવન કરો. આમ આ ઉપાયથી કીડનીની મોટાભાગની ગંદગી નિકળી જશે બહાર અને કિડની રહેશે ઝેરી પદાર્થથી મુક્ત અને તંદુરસ્ત.

લીંબુ

વિટામીન-C થી ભરપુર લીંબુ શરીરમાં હાજર ટોક્સિન્સને દૂર કરવામાં અત્યંત કારગર સાબિત થાય છે. આ માટે તમારે બસ રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચવીને પીવાનું રહેશે. જો કિડનીની કોઈ બીમારીથી ઝઝૂમી રહ્યાં છો તથા કિડનીને તંદુરસ્ત અને સાફ રાખવા ઈચ્છો છો તો દરરોજ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને સેવનથી ફાયદો થાય છે.

આદુ

કિડનની સફાઈમાં આદુનો ઉપયોગ અત્યંત મદદરૂપ છે. આવું એટલા માટે કારણ કે તેમાં વિટામીન, કેલ્શિયમ અને આયોડીન જેવા અનેક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે કિડનીમાં હાજર ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે. આદુનો ઉપયોગથી લાંબા સમય સુધી કિડનીની સમસ્યાઓ પણ દૂર રહી શકાય છે.

મેથી

મેથીનું પાણી કિડનીને ડિટોક્સ કરવામાં કારગત સાબિત થાય છે. નિયમિત સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી પણ કિડની સાફ રહે છે અને કોઈ વિકાર થતો નથી, દરરોજ રાત્રે સુતા પહેલા એક કપ પાણીમાં એક ચમચી મેથીને પલાળો અને દરરોજ સવારે આ મેથીનું પાણી પીવો. આ પાણી નિયમિત રીતે પીવાથી કિડની સંબંધિત રોગોની સંભાવના ઓછી થાય છે. મેથીના ઉપયોગથી પથરીનું નિર્માણ રોકી શકાઈ છે અને તે કિડનીમાંથી યુરિયાની માત્રા ઘટાડે છે અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે.

દહી

દહીના સેવનથી કિડનીની સમસ્યામાં ફાયદો થાય છે. દહીમાં પ્રોબાયોટિક બેક્ટેરીયા મળી આવે છે. જે ડાઈજેશન માટે ખૂબ જ લાભદાયી હોય છે. આ ન ફક્ત કિડનીને સાફ કરે છે, પરંતુ ઈમ્યૂન સિસ્ટમને પણ નિરોગી રાખે છે.

સંતરા અને તરબૂચનો રસ

સંતરાનો રસ તમારી કિડનીને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરી શકે છે અને તેના પરિણામ સ્વરૂપે કિડની સફાઈ થઈ શકે છે. તમે લીંબુ, સંતરા અથવા તરબૂચના રસનું સેવન કરી શકો છો, જેમાં સાઈટ્રિક એસિડ હોય છે, આ રસ પથરીના વિકાસને રોકી શકે છે.

ગળો

ગળો, લીમડો અને ઘઉંના જુવારનો રસ આ ત્રણેયને સરખી માત્રામાં મિક્સ કરીને સવાર સાંજ ભૂખ્યા પેટ પીવો અને એક કલાક સુધી કશું ખાવું નહિ, આમ સતત સેવન કરવાથી કીડની સફાઈ સારી રીતે થઇ જાય છે.

દ્રાક્ષ

વિટામીન-C થી ભરપુર આ ફળોનો ઉપયોગ તમે કિડનની સફાઈ માટે કરી શકો છો અને તેમાંથી એક છે દ્રાક્ષ, લીલી, કાળી અને લાલ દ્રાક્ષમાંથી તેના માટે તમે લાલ દ્રાક્ષને પસંદ કરો. પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયરનથી ભરપૂર લાલ દ્રાક્ષ ખાવાથી કિડની અને પેટથી જોડાયેલી સમસ્યાઓ દુર કરી શકાય છે.

શિમલા મરચું

શિમલા મરચામાં પણ વિટામીન સીનું સારૂ પ્રમાણ સામેલ હોય છે, પરંતુ લાલ શિમલા મરચુંમાં વિટામીન સી સિવાય ફોલિક એસિડ અને વિટામીન એ પણ હાજર હોય છે. સાથે જ થોડા પ્રમાણાં પોટેશિયમ પણ હોય છે, તો આ બધી જ વસ્તુ કિડનીને કુદરતી રીતે સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.

પાલક

લીલા પાનવાળી શાકભાજી અનેક સ્વાસ્થ્ય લાભ સાથે ભરેલી હોય છે. તમામ આવશ્યક પોષક તત્વોને પ્રાપ્ત કરવા માટે તમારા આહારમાં લીલા પાનવાળી શાકભાજીને સામેલ કરવાની ખરેખર સલાહ આપવામાં આવે છે. પાલકમાં એન્ટીઓક્સીડેન્ટ અને જરૂરી વિટામીન હોય છે, જે કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. જો તમે કિડનીના ઉત્તમ આરોગ્ય માટે પાલકનું સેવન કરો છો તો ધ્યાન રાખો કે તમે યોગ્ય માત્રામાં પાલકનું સેવન કરવું.

આમ, નિયમિત આ સરળ ઉપાય કરવાથી કિડનીને શુદ્ધ કરી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *