સાસુના મહેણાટોણા થી કંટાળી વહુએ પોતાની વાત સાચી સાબિત કરવા અંગારા પર ચાલીને આપી અગ્નિ પરીક્ષા..
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી હાલમાં હચમચાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. અહિંયા એક મહિલાએ અંગારા પર ખુલ્લા પગે ચાલીને પોતાની નિર્દોષતા સાબિત કરી છે. આ મહિલાનું કહેવું છે કે તેની સાસુ તેના પર રોજ બરોજ ઘણી શંકા-કુશંકા કર્યા રાખે છે. જેની સાસુની શંકા દૂર કરવા માટે તેણે આ ‘અગ્નિ ટેસ્ટ’ આપ્યો હતો.

પીડિતાનું કહેવું છે કે તેની સાસુએ તેના પર ટોણા કરવાનો અને તેના દીકરાને વશ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાસુ દ્વારા કરવામાં આવેલા આ આરોપને ખોટા સાબિત કરવા માટે આ મહિલા ખુલ્લા પગે અંગારા પર ચાલી હતી અને અગ્નિ પરીક્ષા આપી હતી. તમને જણાવી દયે કે આ ઘટના સોસર તાલુકાના રામકોણા ગામમાં બની છે. મોહરમના તહેવાર દરમિયાન આ મહિલા એક દરગાહ પર કોલસા પર ચાલતી જોવા મળી હતી.

આ દરમિયાન કોઈએ વીડિયો બનાવ્યો. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાબા તેના સંબંધીઓ દ્વારા મહિલા પર લાગેલા આરોપો વિશે વાત કરી રહ્યા છે. જેને નિર્દોષ સાબિત કરવા માટે અંગારા પર ચાલવા જણાવે છે. આ પછી મહિલા બે વખત કોલસા પર પણ ચાલે છે. મીડિયા સાથે વાત કરતા મહિલાએ કહ્યું કે તેની સાસુ અને અન્ય સાસરિયા લોકો તેના પર પતિને વશ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

મહિલાનું કહેવું છે કે તેને આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું નથી. જેનો પુરાવો આપવા માટે તે બાબાની દરગાહ પર આવી હતી. બાબાનો બચાવ કરતી વખતે મહિલાએ કહ્યું કે તેણે આ બધું પોતાની મરજીથી કર્યું છે. બાબાએ તેને અંગારા પર ચાલવાનું કહ્યું ન હતું. આ બાબતે બાબાની પ્રતિક્રિયા પણ આવી છે. તેઓએ કહ્યું છે કે મહિલાને તેના પરિવાર દ્વારા તેના પતિને ખવડાવવાના નામે ઘણા દિવસોથી પરેશાન કરવામાં આવી રહી હતી.

આવી સ્થિતિમાં, મુદ્દાને ઉકેલવા માટે તેણે આ બધું મહિલાની મંજૂરીથી કર્યું છે. મહિલાના પતિએ કહ્યું કે તેમના પરિવારમાં મૂંઝવણ હતી કે મારી પત્નીએ અહીં કંઈક ખોટું કર્યું છે. પણ મારી માતાને હવે ખાતરી થઈ ગઈ છે કે તેણે આવું કોઈ કામ કર્યું નથી. આ બાબતે ઘણી સંસ્થાઓ તરફથી અલગ અલગ પ્રતિક્રિયા આવી છે અને આ સંગઠનોએ બાબા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
માનવાધિકાર પંચ તરફથી પણ સંજ્ઞાન લેવામાં આવી છે. પંચે પોલીસને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. આ ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે કેસ નોંધ્યો છે.