અમેરિકાના શેરી ગરબામાં જામી રોનક, ‘ગોરી રાધાને કાળો કાન્હા’ પર કપલે એવો ડાન્સ કર્યો જે જોઈને તમે પણ ઝૂમવા લાગશો..

અમેરિકાના શેરી ગરબામાં જામી રોનક, ‘ગોરી રાધાને કાળો કાન્હા’ પર કપલે એવો ડાન્સ કર્યો જે જોઈને તમે પણ ઝૂમવા લાગશો..

નવરાત્રી પૂર્ણ થયાને માત્ર હજુ ગણતરીના દિવસો જ થયા છે, આ દરમિયાન ગુજરાત અને ભારતમાં જ નહિ, ભારત બહાર પણ ગરબા રસિકો ગરબાના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. વળી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરની ચાર દીવાલોની વચ્ચે બેસી અને લોકોએ દૂર દૂરના ગરબાનો આનંદ પણ માણ્યો હતો.

આ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થયા હતા. ત્યારે હાલ એવો જ એક વીડિયો અમેરિકામાંથી સામે આવ્યો છે. જ્યાંની ગલીઓમાં એક યુગલ ‘ગોરી રાધાને કાળો કાન્હા’ ગીત ઉપર ખુબ જ સરસ રીતે ગરબે હોલોળા લેતું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર એક કપલ જોવા મળી રહ્યું છે, જે શેરી ગરબાની અંદર ખુબ જ સુંદર ડાન્સ કરી રહ્યું છે. આ કપલ લોકપ્રિય ગીત ‘ગોરી રાધાને કાળો કાન્હા’ ગીત ઉપર ઝૂમી રહ્યું છે, જેને ગરબા રમતા લોકો પણ ખુબ જ આતુરતાથી નિહાળી રહ્યા છે. ત્રણ વીડિયો ખુબ વાયરલ થયા છે જે આપ નીચે જોઈ શકો છો, જુઓ.

 

View this post on Instagram

 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો અમેરિકાના ન્યુયોર્કની શેરીઓનો છે. જ્યાં આ નવરાત્રીના સમયમાં ગરબાનું આયોજન થયેલું જોવા મળી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ રીલમાં પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી લીધો છે અને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહેલા આ યુગલમાં જે યુવક દેખાઈ રહ્યો છે તેનું નામ જેનીલ મહેતા છે. તેની સાથે ગરબાના શાનદાર સ્ટેપ લઇ રહેલી યુવતીનું નામ છે દ્વિષ્યા. આ બંનેની જોડીએ ઘણા વીડિયો બનાવ્યા છે. તેમના ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થાય છે.

જૈનિલ અને દ્વિષ્યા તેમના વીડિયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા રહે છે, અને આ વીડિયોને લાખોનો સંખ્યામાં લોકો નિહાળતા પણ હોય છે. તેમની જોડીનો ડાન્સ લોકોને ખુબ જ પસંદ પણ આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *