આ ગાય દરરોજ રોકે છે એક જ બસનો રસ્તો, કારણ જાણીને ભાવુક થઈ જશો તમે

મા દુનિયાની સૌથી અનમોલ રચના છે. માનું દિલ હંમેશા પોતાના બાળકો માટે જ ધબકતું હોય છે. દરેક માને પોતાના બાળકો માટે ખૂબ જ પ્રેમ હોય છે. કંઈ પણ થઈ જાય તે પોતાના બાળકોને છોડતી નથી. માને બાળકોનો મોહ ક્યારેય છૂટતો નથી. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, માના દિલ પર શું વીત્યું હશે જ્યારે તેમના બાળકનું અચાનક મોત થાય છે. તે પોતાનું સંતુલન ગુમાવીને આમતેમ ફરતી રહે છે.
છેલ્લાં 6 વર્ષથી રોકે છે બસનો રસ્તો
એક એવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક મા છેલ્લાં 6 વર્ષથી એક જ બસનો રસ્તો રોકી રહી છે. કેમ કે, તે બસ નીચે આવી જતાં તેના બાળકનું મોત થઈ ગયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, આ કોઈ વ્યક્તિ નહીં પણ ગાય છે. આ ઘટના વિશે જાણીને તમને ખબર પડી જશે કે, માની મમતા ક્યારેય મરતી નથી. ગાયની સાથે થયેલી આ ઘટના તમારા રૂંવાટા ઊભા કરી દેશે.
બસની નીચે આવી જતાં વાછરડાનું થયું હતું મોત
આજથી 6 વર્ષ પહેલાં કર્ણાટકના સિરસીમાં કર્ણાટક બસ ડેપોની એક બસ નીચે ગાયનું વાછરડું આવી ગયું અને તેનું મોત થયું હતું. તેની મા ત્યાં નજીકથી દોડી આવી અને તેના વાછરડાને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી હતી. જ્યારે તેને એવો અહેસાસ થયો કે, વાછરડું હવે ઉઠી શકશે નહીં ત્યારે તે ગાંડી થઈ ગઈ અને ત્યારથી આજ સુધી રોજ એકજ બસ આગળ આવી જાય છે અને તેનો રસ્તો રોકવાનો પ્રયત્ન કરે છે.
દરરોજ શોધે છે દોષી બસ ડ્રાઇવરને
ગાય ગમે તે રીતે બસ રોકવા માટે વારંવાર તેની આગળ આવી જાય છે. તે પોતાના જીવની ચિંતા પણ કરતી નથી. તે માત્ર તે દોષી બસ ડ્રાઇવરને શોધી રહી છે. જેના કારણે તેના વાછરડાનું મોત થયું હતું. એક વ્યક્તિ ગાયને ડંડો લઈને ભગાડે છે. છતાં તે ગાય દોડીને પાછી આવી જાય છે અને રસ્તો રોકી દે છે. ગાય દરરોજ આ રીતે આવીને બસને રોકે છે.