નાકમાંથી પાણીની જેમ ટીપા પડે તેવી શરદી અને પથરી બંને ને મટાડવાનો આ ઘરેલું ઉપાય જાણી લો, મળશે ખુબ રાહત..

નાકમાંથી પાણીની જેમ ટીપા પડે તેવી શરદી અને પથરી બંને ને મટાડવાનો આ ઘરેલું ઉપાય જાણી લો, મળશે ખુબ રાહત..

ઘણીવાર આપણને બધાને શરદી થઈ જાય છે. મોટા ભાગે આ શરદી શિયાળામાં થી હોય છે, પરંતુ હમણાના સમયે વાતાવરણને જો ધ્યાનમાં લઈએ, તો શરદી સામાન્ય વાત થઈ ગઈ છે. શરદી ઘણા પ્રકારની હોય છે. જેમ કે ઠંડીમાં શરદી, ગરમીમાં શરદી, ધુળ માટી ઉડે તો થતી શરદી, એલર્જી વગેરે ગણાવી શકાય.

શરદી માણસને મુસીબતમાં ત્યારે મુકી દે છે. જ્યારે શરદીની સાથે સાથે નાકમાંથી પણ પાણી ટપકવા લાગે છે, તો આ બધી બીમારી દુર કરવા આપણા અમુલ્ય એવા આયુર્વેદ ગ્રંથમાં ઘણા પ્રયોગો દર્શાવેલ છે. જેમાંનો એક અક્સીર આયુર્વેદીક ઉપચાર અહીં બતાવેલ છે. આયુર્વેદ પ્રમાણે આ ઉપાય અમલમાં મુકવાથી શરદી ફ્ક્ત 7 દિવસમાં મટી જાય છે અને જડમુળથી દુર થાય છે.

અત્યારે તો ઘણાને AC માં સુવાની ટેવ હોય. ઘણાને પંખો ઉનાળાની અંદર ફૂલ રાખવાની ટેવ હોય એવાને અથવા ખાવા પીવામાં ધ્યાન ના રાખે, કબજિયાત વધારે રેતી હોય એવું હોય ત્યારે આપણને શરદી જેવું થઇ જાય છે અને આપણને આ શરદી એવી થાય છે, એલર્જી જેવી. શરદી થાય, છીકો આવે શરૂઆતમાં, બે,ચાર છીકો આવે કે વધારે આવે અને પછી પાણી પડે નાકમાંથી, ટીપાં ટીપાં એમને એમ પડ્યા કરે, અને પછી એની મેળે થોડીવાર થાયને એટલે મટીએ જાય. બે, ત્રણ દી થાય એટલે મટી જાય. વળી પાછુ થોડોક દિવસે પાછી ઈ ની ઈ જ હાલત થઇ જાય.

આવું અવાર નવાર એમને એમ થયા જ કરે. એટલે શરદી છે, બે ચાર દી આમ હોય ને પછી અઠવાડીએ પાછું હોય, કોઈ વખત અઠવાડિયું સારું હોય ને પછી બે, ચાર દી એ પાણી પડતું હોય અને માથુંય ચડેલું રહેતું હોય.

તો આવી શરદી જે છે એ ખુબ આપણને રસોઈ બનાવવી હોય તો આપણને કેટલું બધું ધ્યાન રાખવું પડે, નહીંતર એમાંય પડે, ઘણી વખત તો એવું થાય, કોઈ વસ્તુ ખાદ્ય પદાર્થ હોય, નીચા નમીને જોવા જઈએને અને આપણને ખબરેય નો હોય અને નાકમાંથી ટીપું અંદર પડી જાય. હવે એ પછી ખાદ્ય પદાર્થ સરસ, મોંધો હોય તો આપણે શું કરવું? નાખી દેવો કે શું કરવું? નાખી દેવો જ પડે.કે નાકમાંથી ટીપાં પડ્યા હોય એવું થોડું કોઈને ખવડાવાય?

તો આની સારવાર બરાબર લેવી એ હિતાવહ છે. શું છે આવું આપણને કોઈ નુકશાન નો થાય. તો એને માટેનો એક ઈલાજ છે. સરસ મજાનો. ચીની કબાબ આવે, આ ચીની કબાબ છે એ બરાબર તીખાને મળતા દાણા હોય છે. તમે છેટેથી બહુ નીરખીને ના જોઓં તો તમને એમ લાગે કે આ તો તીખા છે, પછી મોઢામાં નાખો ત્યારે ખબર પડે કે આમ તો તીખાસ જેવું તો નામ નથી. અને એ ચીની કબાબ જે છે એ દેશી ઓહડીયા વાળા જે છે, એની દુકાનેથી મળી રે છે. અત્યારે હાલ લગભગ 2000 ભાવ હશે કિલોનો. આપણે તો કાઈ એટલા બધો જરૂર નથી.

25 ગ્રામ જેટલા લીધા હોય એટલે ઘણા થઇ પડે. આ જે પ્રયોગ જે છે 15 થી 20 દિવસ કરવાનો છે. શરદી બરાબર નાબૂદ કરવા માટે 15 થી 20 દિવસ આ કરવાનો છે. અને તમને જણાવી દઈએ કે આ શરદી ઉપરાંત પથરીમાં પણ ચોક્કસ કામ કરે છે. ઘણા આવી પથરીથી પીડાતા હોય છે. તો આનાથી બંને લાભ થઇ જાય છે. અને બીજું હૃદયને પણ લાભ કરે છે.

આપણા હૃદયને કોઈ નુકશાન હોય તો એને પણ ફાયદો કરે છે. એટલે જેને આવી શરદી થઇ હોય અથવા પથરી હોય તેને દરોજ 15 થી 20 દાણા જો મોટા દાણા હોય તો 15 લેવા અને બહુ ઝીણા દાણા હોય ચીની કબાબના તો 20 લઇ લેવાના. 1 કપ જેટલા પાણીની અંદર પલાળી દેવા, રાતે સૂતી વખતે. પછી સવારે ઉઠીને એને બરાબર ચોળી નાખવાના, એમાં વધુ ભાગના તો કઠણ એવાને એવા રહેશે, કોઈ બે, ચાર જે છેને એ પોચા રહેશે.

એટલે એને ચોળી નાખવા અને કોઈ વાર જો નો ચોળો તો ય વાંધો નહિ. ચોળી નાખો તો વધારે સારું, એટલે એ ગાળીને પાણી પી જવાનું. અને જે આ ચીની કબાબ વાંહે વધ્યા તેને ફેંકી દેવાના. અને બીજે દિવસે પાછા નવા લેવાના. આવું 15 થી 20 દિવસ તમે કરો એટલે જે તમને નાકમાંથી પડતા હોય ટીપાં પાણી જેવા એ અને પથરી ચોક્કસ મટી જશે અને હૃદય રોગમાં ય ફાયદો કરે છે. અને આ બે માં તો અકસીર જ છે. પાણી પડવું અને પથરી જે વીર્યથી થયેલી હોય તે રેતીના કણ જેમ છુટા છુટા પડી બધી નીકળી જશે. સંપૂર્ણ આરામ બે ય દર્દમાં થઇ જશે. પથરીમાં અને નાકમાંથી જે ટીપા ટીપા પડતા હોય એવી શરદી એમ બંનેમાં સારું થઇ જશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *