આ 1 રૂપિયાનો સિક્કો વેચાઈ રહ્યો છે 10 કરોડમાં, તમારી પાસે તો નથી ને આ દુર્લભ સિક્કો, જાણો આમાં શું ખાસ છે
જૂના દુર્લભ સિક્કાઓ એકત્રિત કરવાની પણ પોતાની આગવી શૈલી છે. ઘણા લોકો પ્રાચીન વસ્તુઓ એકત્ર કરવાના ખુબ શોખીન હોય છે. આવા શોખીન લોકો પાસે જૂના અને દુર્લભ સિક્કાઓનો સંગ્રહ હોય છે. આવા શોખ ધરાવતા લોકોને ન્યુમિસ્મેટિસ્ટ કહેવામાં આવે છે. ઘણી વખત તેઓ દુર્લભ સિક્કાઓ માટે અતિશય કિંમત ચૂકવવા તૈયાર હોય છે. આજે આપણે જે દુર્લભ સિક્કાની વાત કરવા જઈ રહ્યા છીએ તે 10 કરોડમાં વેચાયો છે.
જો તમારી પાસે પણ જુના દુર્લભ સિક્કાઓ છે, તો તમે પણ આ સિક્કાઓના બદલામાં લાખો અને કરોડો રૂપિયા મેળવી શકો છો. જો તમને યોગ્ય મૂલ્યના ખરીદદારો મળવા જોઈએ. ઘણી ઓનલાઇન સાઇટ્સ (ક્વિકર, ઇબે, ઓએલએક્સ, ઇન્ડિયામાર્ટ, ઇન્ડિયનકોઇનમિલ, કોઇનબજાર વગેરે) આ સિક્કા વેચવા અને ખરીદવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આના પર તમારે સેલર તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઈન હરાજીમાં આ દુર્લભ સિક્કાઓના બદલામાં લાખો અને કરોડો રૂપિયા પણ મળી શકે છે. ઘણા દુર્લભ સિક્કાઓની કિંમત પણ 10 લાખથી 1 કરોડ સુધીની હોય છે. DNA ના રિપોર્ટ અનુસાર, તાજેતરમાં એક ઓનલાઈન હરાજીમાં 1 રૂપિયાના સિક્કા માટે 10 કરોડ રૂપિયા મળ્યા છે. ઓનલાઈન હરાજીમાં આ સિક્કો વેચનાર વ્યક્તિ ધનવાન બન્યો છે.
આ સિક્કાની ખાસિયત શું છે?

ડીએનએના રિપોર્ટ અનુસાર, જે સિક્કા માટે 10 કરોડની બોલી લગાવવામાં આવી હતી, તે સિક્કો પોતે ખૂબ જ ખાસ છે. અહેવાલો અનુસાર, 1 રૂપિયાનો આ સિક્કો બ્રિટિશ ભારતનો છે. આ સિક્કો વર્ષ 1885 માં અંગ્રેજોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. બહુ ઓછા લોકો પાસે આવા સિક્કા હશે, તદ્દન જુના અને દુર્લભ હોવાને કારણે, આ સિક્કાની કિંમત કરોડોમાં મૂકવામાં આવી હતી.
શું તમારી પાસે આવા દુર્લભ સિક્કા છે?

શક્ય છે કે આવા દાયકાઓ જૂના સિક્કા તમારા ઘરમાં પણ રહેલા હોય. બની શકે કે તમારા ઘરના વડીલોએ પણ બ્રિટીશ જમાના ના સિક્કો સાચવ્યો હોય. જો આવા દુર્લભ સિક્કા તમારા ઘરમાં છે, તો તમે તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ વેચી શકો છો અને કમાણી કરી શકો છો.

તમારે ઓનલાઈન પ્લેટફોર્મ પર સેલર તરીકે રેજીસ્ટ્રેશન કરાવીને ઓનલાઈન બિડ આમંત્રિત કરી શકો છો. તમે આવા દુર્લભ સિક્કાઓ માટે ભારે કિંમત મેળવી શકો છો. જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઓએલએક્સ પર સિક્કા વેચવા માંગતા હો, તો ત્યાં રજીસ્ટ્રેશન કર્યા પછી તમે મફતમાં જાહેરાત પોસ્ટ કરીને બિડ આમંત્રિત કરી શકો છો. રસ ધરાવતા લોકો તમારો સંપર્ક કરશે.
આ વેબસાઇટ્સ પર સિક્કા પણ વેચી શકાય છે


જૂની નોટો અને સિક્કાઓના વેચાણ અને ખરીદી માટે ક્વિકર, ઇબે, ઇન્ડિયનકોઇનમિલ, ઇન્ડિયામાર્ટ અને કોઇનબજાર જેવી ઘણી વેબસાઇટ્સ ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ વેબસાઇટ્સ પર તમારે તમારું નામ, મોબાઇલ નંબર, ઇ-મેઇલ વગેરે આપીને નોંધણી કરાવવી પડશે, પછી તમે સિક્કાની તસવીર અને વિગતો દાખલ કરીને તેની કિંમત નક્કી કરી શકો છો. અહીંથી રસ ધરાવતા ખરીદદારો તમારો સંપર્ક કરશે અને તમને મોટી રકમ આપી શકે છે.
વેચાણકર્તાઓ અને ખરીદદારો વચ્ચેનો ડીલ

સિક્કાની ખરીદી અને વેચાણમાં તમારે સૌથી મહત્વની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ પ્રકારની ડીલ સેલર એટલે કે વેચનાર અને બાયર એટલે કે ખરીદનાર વચ્ચે થાય છે. આમાં કોઈ પણ રીતે આરબીઆઈની કોઈ ભૂમિકા નથી. ગયા મહિને આરબીઆઈએ આવા સોદા અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે આમાં કેન્દ્રીય બેંકની કોઈ ભૂમિકા નથી અને આરબીઆઈ તેને પ્રોત્સાહન આપતી નથી.