જાણો ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીનો ઇતિહાસ, વાંચવા માત્રથી દુઃખ દુર થઈ જાય છે..

આજના આ લેખમાં અમે તમને ચામુંડા માતાજીનાં મંદિર ઇતિહાસ વિશે જણાવીશું, તો આર્ટીકલને અંત સુધી જરૂરથી વાંચજો. ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા માં આવેલું છે, જે એક ધાર્મિક સ્થળ તરીકે પ્રખ્યાત છે. ચોટીલા રાજકોટ થી 50 કિલોમીટરનાં અંતરે આવેલું છે.
ઐતિહાસિક રીતે જોવામાં આવે તો આ સ્થળ પાંચાળ તરીકે ઓળખવામા આવે છે. અહીં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ચામુંડા માતાજીનો શક્તિ તરીકેનો 64 અવતારો પૈકીનો આ અવતાર માનવામાં આવે છે. ચામુંડા માતાજીને હિન્દુ ધર્મમાં ઘણા લોકો કુળદેવીનાં રૂપમાં પણ પુજે છે.
માતાજીની કૃપાથી ચોટીલા પ્રવાસ તરીકે પણ પ્રખ્યાત છે. ચોટીલા ધામ નો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વત ઉપર આવેલું છે. ભારતમાં ઘણા બધા મંદિરો પર્વતના શિખર ઉપર આવેલા છે. વળી તમારે ચોટીલા ધામ માં માતાજીનાં દર્શન કરવા માટે 365 પગથિયાં ચઢવા પડે છે.
અમદાવાદ તથા રાજકોટને જોડતાં નેશનલ હાઈવે નંબર 8 પર ચોટીલા ધામ આવેલું છે. અમદાવાદ થી ચોટીલા વચ્ચેનું અંતર 190 કિલોમીટર જેવું થાય છે તથા રાજકોટ થી ચોટીલાનું અંતર અંદાજે 5૦ કિલોમીટર જેટલું થાય છે. ચોટીલા માં પર્વતની ઊંચાઈ અંદાજે1973 ફુટ જેટલી માનવામાં આવે છે.
ચોટીલા માં ચામુંડા માતાજીના મંદિરનો પર્વત ઘણા વર્ષ જુનો માનવામાં આવે છે. ભગવદ્ ગીતા અનુસાર અહીંયા ચંડ અને મુંડ નામનાં રાક્ષસોનો ખુબ જ ત્રાસ હતો. તેઓ ઋષિઓ અને અહીંયા રહેતા લોકોને ખુબ જ પરેશાન કરતા હતા. તે સમયે ઋષિમુનિઓ આધ્યા શક્તિ માં ની પુજા અર્ચના કરતા હતા. પુજા કરતાં સમયે હવનમાં થી માં સતી પ્રગટ થયા હતા. એ જ માં સતી નું નામ ચામુંડા તરીકે જગવિખ્યાત બનેલું છે.
એક લોકવાયકા મુજબ ભૃગુઋષિનો આશ્રમ આ પર્વત પર રહેલો હતો. વળી ચામુંડા માતાજીને લોકો રણચંડી તરીકે પણ ઓળખે છે. ચામુંડા માતાજી દુર્ગાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. પહેલાના સમયમાં માતાજીના મંદિરની જગ્યાએ માતાજીનો એક ઓરડો રહેલો હતો. અહીંયા પર્વત ચડવા માટે પગથિયાં પણ નોહતા, એટલા માટે લોકો માતાજીનાં દર્શન કરવા માટે પર્વત પર ચઢીને જતા હતા.
ગુલાબગીરી બાપુ 155 વર્ષ પહેલા માતાજીની પુજા કરતા હતા. હાલમાં તેમના વંશ વારસો અહિયાં મંદિરમાં માતાજીની પુજા-અર્ચના કરે છે. માતાજીના પરચા તથા અહીંની પુજા-અર્ચના જોઈને ઘણા નાસ્તિક લોકો પણ પોતાનું મસ્તક અહિયાં નમાવે છે.
આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં સાંજની આરતી પુર્ણ થયા બાદ બધા જ પુજારી તથા ભકતો પર્વતની નીચે આવી જાય છે. અહીં મંદિરમાં રાત કોઈ પણ રોકાતુ નથી. અહીં ફક્ત નવરાત્રીનાં સમયે પુજારી તથા પાંચ લોકોને રહેવાની પરવાનગી મળે છે. વળી ખુબ જ ઓછા લોકોને જાણકારી હશે કે ચોટીલા ધામ પ્રખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ સ્થળ પણ છે.