કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો આ પાંચ ઉપાયથી કરી લો કંટ્રોલ, હ્રદયરોગ માંથી મળશે કાયમી છુટકારો

કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો આ પાંચ ઉપાયથી કરી લો કંટ્રોલ, હ્રદયરોગ માંથી મળશે કાયમી છુટકારો

આજના સમયમાં ઘણા લોકો કોલેસ્ટ્રોલ વધવાથી ગભરાય છે.ગભરાય પણ કેમ નહીં? આખરે તેના વધવાનો મતલબ છે હ્રદય રોગની બીમારી, બ્લડપ્રેશરની સમસ્યા અને ડાયાબિટીસનો ખતરો. જોકે આ બીમારીઓને માટે સીધી રીતે કોલેસ્ટ્રોલ જવાબદાર નથી.

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટર એટલે કે HDL (હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન) આપણા દિમાગમાં રહેલ તંત્રિકા કોશિકાઓને ઇંસુલેટ કરે છે અને કોશિકા માટે માળખું પ્રદાન કરે છે. જ્યારે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL (લો ડેન્સિટી લિપોપ્રોટીન) શરીરમાં રક્ત પ્રવાહને ધીમું કરી દે છે, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ ઘેરી લે છે.

કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરો

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે જરૂરી છે કે ખાવામાં એવા પદાર્થોનો ઉપયોગ ન કરવામાં આવે જેમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ વધારે પ્રમાણમાં હોય. અમુક ઘરેલુ ઉપાય અપનાવીને બેડ કોલેસ્ટ્રોલનાં પ્રભાવને ઓછું કરી શકાય છે.

ડુંગળી

લાલ ડુંગળી કોલોસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. એક રિસર્ચ અનુસાર તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. એક ચમચી ડુંગળીનાં રસમાં મધ મેળવીને પીવાથી ફાયદો મળે છે. તે સિવાય એક કપ છાસમાં એક ડુંગળીને જીણી કાપીને મેળવો. તેમાં મીઠું અને કાળા મરી નાખીને પીવો. ડુંગળી, લસણ અને આદુને તમારા ભોજનમાં સામેલ કરો.

સંતરાનું જ્યુસ

સંતરામાં વિટામિન-સી હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઘણું મદદરૂપ થાય છે. દરરોજ 2-3 ગ્લાસ સંતરાનું જ્યુસ પીવાથી કોલેસ્ટરોલ જલ્દી જ કંટ્રોલ થઈ જાય છે.

આમળા

એક ચમચી આમળાનાં પાવડરને એક ગ્લાસ હુંફાળા પાણીમાં મેળવીને પીઓ. આમળાને સવારે ખાલી પેટે પીવાથી ઘણો જલ્દી ફરક જોવા મળશે. તમે ઇચ્છો તો આમળાનો તાજો રસ કાઢીને રોજ પીઓ.

નારીયલ તેલ

નારીયલ તેલ શરીરમાં ચરબીને ઓછી કરે છે, જેનાથી કોલેસ્ટ્રોલ નથી વધતું. ઓર્ગેનિક નારીયલ તેલને ડાયટમાં જરૂર સામેલ કરો. આ બધા સિવાય થોડા થોડા અંતર પર કંઈક ને કંઈક જરૂર ખાવો. દરરોજ 30 મિનિટ વર્કઆઉટ કરવું પણ જરૂરી છે. ઈચ્છો તો ઝડપી ચાલો, સાઈકલ ચલાવો, સ્વિમિંગ કરો, ડાન્સ કરો કે તમારી પસંદગીની રમત (બેડમિંટન ફુટબૉલ ક્રિકેટ) વગેરે રમો.

આ ન કરો

પેક ફુડ જેમ કે પોટેટો ચિપ્સ, મેદા થી બનેલા ઉત્પાદનોમાં ટ્રાન્સ ફેટ ઘણું વધારે પ્રમાણમાં હોય છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ ન કરો. કુકિંગ ઓઈલને વારંવાર ઉપયોગ કરવાથી ટ્રાન્સ ફેટનું સ્તર ઘણું વધી જાય છે. રેડ મીટ, ફુલ ક્રીમ દુધ અને ઘીનો ઉપયોગ ન કરો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *